કડીમાં ગાડી ગટરના ઢાંકણા સાથે અથડાતા ટાયર ફાટ્યું

મહેસાણા
મહેસાણા

કડીના થોળ રોડ ઉપર બુટલેગરે પોલીસને જોઈને ગાડી ફૂલ ઝડપે ભગાડી મૂકી હતી. જ્યાં આગળ રોડ ઉપર ગટરના ઢાંકણા સાથે અથડાતા ગાડીનું ટાયર ફૂટી ગયું હતું. અંધારાનો લાભ લઇ બૂટલેગર ગાડી મૂકીને ભાગી ગયો હતો. જ્યાં પોલીસે ફિલ્મી ઠબે ગાડીનો પીછો કરીને ઝડપી પાડી હતી. અંદર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ક્રેન દ્વારા ગાડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કડી પોલીસ સ્ટેશનના સુહાસભાઈ, જશવંતભાઈ, પરેશકુમાર સહિતના સ્ટાફના માણસો થોળ રોડ ઉપર આવેલા અન્ડર બ્રિજ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. વાહન ચેકિંગ દરમિયાન થોળ રોડ ઉપર આવેલ અન્ડર બ્રિજમાંથી એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નીકળી હતી. જેને પોલીસે ઉભી રાખવાની કોશિશ કરતાં ગાડી ચાલકે ગાડી ઊભી ન રાખી હતી અને ફૂલ ઝડપે થોળ ગામ તરફ ભગાડી મૂકી હતી. પોલીસે શંકાસ્પદ ગાડીનો ફિલ્મ ઠબે પીછો કર્યો હતો. બુટલેગર થોળ રોડ ઉપર આવેલી અંબુજા ફેક્ટરીની બાજુમાં ગટરના ઢાંકણાને ગાડી અથડાવતા ગાડીના આગળનું ટાયર ફાટી ગયું હતું અને અંધારાનો લાભ લઇ બુટલેગર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસ ગાડીને પીછો કરીને ગાડી ઝડપી પાડી હતી. જ્યારે ગાડીનો કબજો મેળવી તલાસી કરતાં ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.કડી પોલીસે ગાડીનો પીછો કરીને ઝડપી પાડી હતી. બુટલેગર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જે દરમિયાન આગળનું ટાયર ફાટી ગયું હતું. ગાડીમાંથી વિદેશી દારૂની 331 બોટલો મળી આવી હતી અને ટીન 96 મળી આવ્યા હતા. કુલ કિંમત રૂપિયા 71 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ગાડી નંબર GJ 29 BB 9548 કિંમત રૂપિયા 2 લાખ મળી પોલીસે કુલ કિંમત ₹2,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસે ક્રેન દ્વારા ગાડીને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી હતી અને ગાડી ચાલક વિરોધ ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.