ખેરાલુ પોલીસે ડભોડા ગામમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં હાલમાં ઠેર-ઠેર જુગારધામ પર કાર્યવાહી કરી પોલીસ દ્વારા જુગારીઓને ઝડપવામાં આવી રહ્યા છે.ત્યારે ખેરાલુ તાલુકાના ડભોડાં ગામે જુગાર રમતા ત્રણને ખેરાલુ પોલીસે ઝડપી લીધા હતા.મહેસાણા તાલુકાના ખેરાલુ પોલીસ મથકના સ્ટાફ પ્રોહીબિશન અને જુગારના ગુન્હાઓને શોધી પાડવા પેટ્રોલીગ પર હતા.એ દરમિયાન આ.પો.કો નિલેશજી અમરાજી થતા પો.કો સંજય સિંહ પરથીસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે.ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં આથમણા ઠાકોર વાસમાં નાકે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા.એ દરમિયાન પોલીસે દરોડા પાડી ત્રણને જુગાર રમતા ઝડપી લીધા હતા.સમગ્ર કેસમાં પોલીસે રોકડા 11,900.,ત્રણ મોબાઈલ કિંમત 8000,દાવ પરથી 3870 મળી કુલ 23770 ના મુદ્દામાલ સાથે પોલીસે ઠાકોર નાગજીજી ઉર્ફ બકાજી,ઠાકોર રણજીતજી અમરતજી,ઠાકોર રામદેવજી ભક્તજી ને ઝડપી લીધા હતા અને ખેરાલુ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.