થરાદના ગાયત્રી મંદિર પાસે સફેદ કારમાંથી પરપ્રાંતીય દારુ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ થરાદ ગાયત્રી મંદિર પાસે એક કરમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગાડી રિવાડરને અથડાઇ, આ દરમિયાન ડ્રાઇવર તેમજ સહયાત્રી નાસી છૂટ્યા હતા.આજરોજ થરાદથી પસાર થતી મુખ્ય કેનાલ પર થરાદથી મીઠા તરફ જઈ રહેલ એક સફેદ કલરની સ્વિફટ કારમાં દારૂ લઇ જવાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બે પંચોને સાથે લઇને તપાસ કરતા પોલીસને દેવપુરા ગામ પાસે કેનાલ પર સફેદ રંગની સ્વિફટ કાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. પોલીસે હાથના ઇશારેથી કારને રોકવા પ્રયત્ન કર્યો પણ ગાડી ચાલકે ગાડીને થરાદ તરફ દોડાવી મુકી હતી. પોલીસે ગાડીનો પીછો કરી તે દરમિયાન આ ગાડી થરાદ ગાયત્રી મંદિર પાસેના ડિવાઇડરને અથડાઇ હતી અને તેનો ચાલક તેમજ તેનો એક બીજો સાથી ત્યાંથી ભાગી છુટ્યા હતા. ગાડીને આગળ પાછળના ભાગે નુકસાન થયેલું હોવાથી તેને ચલાવીને લાવી શકાય તેમ ન હતી એટલે ખાનગી વાહન સાથે ખેંચીને આ ગાડીને થરાદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી.કુલ 28 પેટી, છુટક બીયર 199, જેની રૂ. 1 45,774 તેમજ મારુતી કારની અંદાજીત કિંમત રૂ. 3 લાખ ગણી કુલ રૂ. 4,45,774ની મત્તા પોલીસે જપ્ત કરી હતી. ગાડી ચાલક તેમજ તેના સાથી એવા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે દારૂની ખેપ કરવા મામલે કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.