મહેસાણા માહિતી ખાતાના વેન્કટેશ પટેલ રાજ્ય વેરા નિરીક્ષક તરીકે નિમણૂક પામતાં વિદાય અપાઇ

મહેસાણા
મહેસાણા

નાણા વિભાગમાં રાજ્ય વેરા નિરીક્ષક તરીકે જામનગર ખાતે નિમણૂક પામતા મહેસાણા માહિતી કચેરીના કર્મનિષ્ઠ માહિતી મદદનીશ વેંકટેશભાઇ બાબુભાઈ પટેલને માહિતી પરિવાર મહેસાણા દ્વારા આજરોજ ભાવભીની વિદાય આપવામાં આવી હતી.યુ પી એસ સી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓ મારફત વર્ગ એક અને બે સંવર્ગ અધિકારી તરીકે પૂર્ણ તૈયારીઓમાં તેઓ માહિતી ખાતામાં જસ્ટ ચાન્સ માટે જ પરીક્ષા આપી હતી અને માહિતી ખાતામાં 23 મે 2022 ના રોજ જિલ્લા માહિતી કચેરી મહેસાણા ખાતે માહિતી મદદનીશ તરીકે પસંદગી પામી અને ટૂંકા ગાળામાં પોતાની કર્તવ્ય નિષ્ઠા અને અભિગમથી અવ્વલ બની સર્વપ્રિય થઈને આજે વિદાય થયા હતા.માહિતી ખાતા માટે તેમની વિદાય વસમી હતી પણ તેમની ગમતી જગ્યાએ પસંદગી કરાતા ઉત્સાહી એવા કર્મયોગી વ્યંકટેશભાઈ ને વિદાય આપવાનું માહિતી પરિવારને ગમ્યું હતું. માહિતી નિયામક જયેશભાઈ દવે એ આ તકે વ્યંકટેશ ભાઈની આઇએએસ સ્તરની શૈક્ષણિક અને કાર્યક્ષમતા તેમજ કાર્યદક્ષતાની રજૂઆત કરી તેમની પ્રતિબંધિતાને બિરદાવી હતી. સહાયક માહિતી નિયામક પ્રવીણભાઈ બારોટ સંપાદક નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ માહિતી પરિવારના સભ્યોએ આ પ્રસંગે તેમના સંસ્મરણ વાગોડીને વિદાય આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.