પાટણ તાલુકામાં ગ્રામ પંચાયતમાં હવે ઓનલાઈન વેરા ભરાશે

પાટણ
પાટણ

પાટણ તાલુકા પંચાયત ની તમામ ગ્રામ પંચાયતો વેરા વસુલાત એટલે કે અત્યાર સુધી રોકડેથી વસૂલાત કરતી હતી જે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે હવે ક્યુ આર કોડના માધ્યમથી ઓનલાઈન વેરા વસુલાત કરશે. જેથી કરીને ગ્રામ્ય લોકો જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરે શહેરો માં ધંધા રોજગાર કરે છે જેઓ બહાર રહેણાંક ધરાવે છે તો તેઓને વેરો સીધો ઓનલાઈન ભરવામાં સરળતા રહેશે. ગ્રામ પંચાયત મારફત ક્યુ આર કોડ મોકલી આપવામાં આવશે. ગ્રામ્ય નાં લોકો જે બહારગામ રહે છે તેઓ ઘરે બેઠા વેરો ભરી શકશે અને તેમને વોટસએપ અને ઇમેલ મારફત વેરા ભર્યા ની પાવતી મોકલી આપવામાં આવશે એટલે કે લોકોને વેરો ભરવા માટે ગ્રામ પંચાયત સુધી આવવું પડશે નહી. અને પંચાયતને પણ સરળતા રહેશે કે વેરાની સમયસર નાણાકીય વસૂલાત થશે અને ગ્રામ પંચાયત સધ્ધર પણ બનશે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ડિજિટલ ઇન્ડિયાના આહવાનને પૂરી સાર્થકતા મળશે.પાટણ તાલુકા પંચાયત માં 15 થી 17 ગ્રામ પંચાયતો ક્યુ આર કોડ ધરાવતી હતી પરંતુ હમણાં તમામ ગ્રામ પંચાયતમાં ફરજિયાત ડિજિટલ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે સૂચના આપવામાં આવી હતી તો પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે તમામ ગ્રામ પંચાયત તલાટીઓને ઓનલાઈન પેમેન્ટ ક્યુઆર કોડ મેળવી આપવા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પના ભાગરૂપે બેંકના અધિકારીઓ અને જે એજન્સી ક્યુઆર કોડ માટેની હોય છે તેના અધિકારી અમદાવાદ થી આવી તમામ ઓનલાઈન પેમેન્ટ ક્યુઆર કોડ સુવિધા માર્ગદર્શન આપી પૂરી પાડવામાં આવ્યું હતું. પાટણ તાલુકા પંચાયતની તમામ ગ્રામ પંચાયતોની ઓનલાઇન પેમેન્ટ માટે કયુંઆર કોડથી સજજ કરવામાં આવી. વડાપ્રધાન નના ડિજિટલ ઇન્ડિયાના કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.