કડીમાં ફેબ્રિકેશનના કારખાનામાં 6 ફૂટ લાંબો સાપ નીકળતા દોડધામ મચી

મહેસાણા
મહેસાણા

કડીના દળી સર્કલ પાસે આવેલ ફેબ્રિકેશનના કારખાનામાં 6 ફૂટ લાંબો સાપ નીકળતા દોડમભાગ મચી જવા પામી હતી. ફેબ્રિકેશન કારખાનાના માલિકે જીવદયા પ્રેમીનો સંપર્ક કર્યો હતો. જ્યાં ઘટના સ્થળે જીવદયા પ્રેમીઓ આવી પહોંચ્યા હતા અને દોઢ કલાકની ભારે જેમ જ બાદ 6 ફૂટ સાપનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે મૂકી દેવામાં આવ્યો હતો.કડીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ દડી સર્કલ પાસે શિવ શક્તિ ફેબ્રિકેશન કારખાનામાં અચાનક જ છ ફુટ લાંબો સાપ ઘૂસી આવતા કારખાનાના કર્મચારીઓમાં ભાગ દોડ મચી જવા પામી હતી. જ્યારે સાપ લીમડાના ઝાડ ઉપર ચડી થોડાક કલાકો બાદ નીચે ઉતરીને કારખાનામાં ઘૂસી ગયો હતો. જે બાદ કારખાનાના માલિકે જીવદયા પ્રેમી સહિતના કાર્યકર્તાઓનો સંપર્ક કર્યો હતો. જ્યાં ઘટના સ્થળે જીવદયા પ્રેમીઓ આવી પહોંચ્યા હતા. જીવદયા પ્રેમીઓ દ્વારા દોઢ કલાકની ભારે જહેમત બાદ 6 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યા ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો.કડીના દડી સર્કલ પાસે આવેલ શિવ શક્તિ ફેબ્રિકેશનના કારખાનામાં છ ફૂટ લાંબો સાપ નીકળી આવ્યો હતો. જ્યાં જીવદયા પ્રેમીઓ આવી પહોંચ્યા હતા અને કેતન બારોટએ જણાવ્યું હતું કે, આ સાપ ધામણ પ્રજાતીનો છે. 6 ફૂટથી પણ વધારે લાંબો આ સાપ છે. વરસાદ બાદ પછી ઉખડાટના કારણે જમીનમાં રહેલા શરીર શુભ જંતુઓ બહાર આવી જતા હોય છે અને રહેણાક વિસ્તારમાં ફરતા નજરે પડે છે. અમને ફેબ્રિકેશનના કારખાનાના માલિકનો ફોન આવ્યો હતો અને અમે આવી પહોંચ્યા હતા. કારખાનામાં સંતાયેલા સાપને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલ પડી રહી હતી. અને દોઢ કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સલામત સ્થળે આ સાપને છોડી દેવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.