કડી શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરો અડીંગો જમાવતા વાહનચાલકો પરેશાન

મહેસાણા
મહેસાણા

કડી શહેરના હાઇવે ચાર રસ્તા નાની કડી રોડ સહિતના મુખ્ય માર્ગો સતત કલાક સુધી વાહનોથી ધમધમતો હોય છે. ત્યારે શહેરના અનેક વિસ્તારના માર્ગો ઉપર રખડતા ઢોરો અડીંગો જમાવીને માર્ગની વચ્ચોવચ બેસી રહેતા હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવતો હોય તો કેટલીવાર રખડતા ઢોરોના કારણે અકસ્માતના બનાવો પણ બની ચૂક્યા છે.કડી શહેરના ભાવપુરા, હાઇવે ચાર રસ્તા, નાની કડી રોડ, થોળ રોડ, શેફાલી સર્કલ જેવા શહેરના અનેક વિસ્તારોમાં રોડની વચ્ચોવચ રખડતા ઢોર અડિંગો જમાવીને વચ્ચોવચ બેસવાના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તેમજ કેટલાક બાઈક ચાલકો અને રાહદારીઓ આ રખડતા કોરોની અડફેટમાં આવતા હોય અને તેઓને નાની-મોટી ઇજાઓ પણ પહોંચતી હોવાના બનાવ બનતા હોય છે. જેથી આ રખડતા ઢોરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તે પહેલા મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરોને રસ્તા પરથી હટાવવામાં આવે અને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેમ વાહન ચાલકો નગરજનો અને રાહદારીઓ ઈચ્છી રહ્યાં છે. હવે કડી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રોડ રસ્તા ઉપર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોરોને હટાવી તેવી લોક માગણી ઉઠવા પામી છે.કડી શહેરના કસબા વિસ્તાર નાની કડી ભાવપુરા ભાગ્યોદય હોસ્પિટલ, ટાઉનહોલ રોડ, કરણ નગર રોડ જેવા અનેક રોડ-રસ્તાઓ ઉપર રખડતા ઢોર અડીંગો જમાવી બેસતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કડી કસ્બાના અગ્રગણ્ય આગેવાન ઈસ્માઈલ ભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારો આ રોડ અલદેશણ, જાસલપુર જોટાણા જેવા ગામોમાં જાય છે. તેથી અહીંયા રખડતી ગાયોના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તેમજ બાજુમાં શાળા નંબર એક પણ આવેલી છે. તેથી વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ જતા હોય અને આવતા હોય ત્યારે રખડતી ગાયોના કારણે એકસીડન્ટ થવાની પણ સંભાવના છે. તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આ રખડતી ગાયો અને ઢોરોને ડબામાં પુરવા અમારી રજૂઆતો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.