હારીજમાં માર્કેટયાર્ડ માગૅ પર દારૂના નશામાં બેફામ બનેલ ગાડી ચાલકના વિડિઓ વાયરલ

પાટણ
પાટણ

અમદાવાદ- સુરત બાદ પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ના માર્કેટ યાર્ડ માગૅ પર ફોક્સ વેગેનાર ગાડી ચાલક દારૂના નશામાં ચકચૂર બની બેફામ બન્યો હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.તો ગુજરાત મા દારૂ બંધીના દાવા પોકળ સાબિત થયાનો ગણગણાટ પણ લોકો મા સાંભળવા મળ્યો હતો.હારીજ માર્કેટયાર્ડ પર દારૂના નશામાં ચકચૂર બનેલા ગાડી ચાલક મનોજ ગજ્જર નામના ગાડી ચાલકે પોતાની ગાડી રોડ વચ્ચે પાર્ક કરી હંગામો મચાવતાં લોકો ના ટોળા એકત્ર થયા હતા. તો પાણીની બોટલમાં વિદેશી દારૂ ની મહેફિલ માણતા મનોજ ગજ્જરે નશાની હાલતમાં એકત્રિત થયેલા લોકોને બે હાથ જોડીને માફી માંગી તમારે મને જયાં લઈ જવો હોય ત્યા લઇ જવાનું રટણ કરતો જોવા મળ્યો હતો.ગાંધી ના ગુજરાત મા દારૂબંદી હોવા છતાં અવાર નવાર આવા દારડીયા ઈસમો છાકટા બની જાહેરમાં જોવા મળતા હોય છે ત્યારે પોલીસ તંત્ર ની દારૂ બંધી ની વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી હોય તેવો ગણગણાટ લોકોમાં સાભળવા મળ્યો હતો. દારૂ ના નશામાં ઘૂત મનોજ ગજ્જરે કોઈ જાનહાની સર્જી હોત તો જવાબદાર કોણે ગણવા તેવા સવાલો વચ્ચે પોલીસ પેટ્રોલિગ ના દાવાઓ પણ પોકળ બન્યા હોવાની ચચૉઓ ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યાં છે.હારીજ માર્કેટ યાર્ડ માગૅ પર દારૂના નશામાં ધૂત બનેલા ચાલકના સોશ્યલ મિડિયા મા વાયરલ થયેલ વિડિઓ ને પગલે સફાળી જાગેલી હારીજ પોલીસે ચાલકની અટકાયત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.