પાટણનાં એસ.પી.ની સાબરકાંઠામાં બદલી થતા સાલ ઓઢાડી સન્માન કરી વિદાય આપી

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલની બદલી સાબરકાંઠા એસ.પી. તરીકે થતાં તેઓએ ચાર્જ છોડ્યો હતો અને તેઓને પાટણ જિલ્લા પોલીસ અધિકારી અને કર્મચારીઓએ વિદાયમાન આપ્યું હતું.પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે છેલ્લા 15 મહિનાથી ફરજ બજાવતાં વિજય પટેલની બદલી સાબરકાંઠા ખાતે થતાં તેઓને વિદાયમાન આપવા યોજાયેલા કાર્યક્રમમાં પાટણ કલેક્ટર અરવિંદ વિજયન, પાટણ જિલ્લા વિકાસ અધિકારી સોલંકી, ડી.વાય.એસ.પી કે.કે. પંડ્યા, ડી.ડી. ચૌધરી, પ્રોબેશ્નલ આઇ.એ.એસ. અધિકારી વિદ્યાસાગર વગેરે સહિત પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને તેઓને સાકર, શ્રીફળ અને સાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યુ હતું.આ પ્રસંગે પાટણનાં કલેકટર અને ડી.ડી.ઓ. એ એસ.પી. વિજય પટેલની પાટણ જિલ્લાની સેવાઓને બિરાદાવી હતી ને એક સારા-કુશળ અધિકારી તરીકે લેખાવ્યા હતા. આ પ્રસંગે એસ.પી. વિજય પટેલે પોતાનાં પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, પાટણમાં ફરજ બજાવવામાં ખૂબ જ આનંદ આવ્યો છે. તમામ પ્રશાસનિક અધિકારીઓ અને જનતાનો સારો સહકાર મળ્યો હતો. પાટણમાં મને રથયાત્રાઓ અને તાજિયા પ્રસંગ સહિત સૌથી મોટો પડકાર ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પાટણ ખાતે યોજાઇ ત્યારે તેમાં કાયદો વ્યવસ્થાની જાળવણીનો હતો પરંતુ તે પણ સૌનાં સહકારથી સંપન્ન થયો છે. તે પ્રથમ કાર્યક્રમ મારો હોવા છતાં તેમાં સફળતા મળી હતી.આ કાર્યક્રમ બાદ વિજય પટેલને સૌ કર્મચારીઓએ ભાવભેર તેમની કારમાં ઉભા રાખીને વાહનને દોરી જઇને પરંપરાગત વિદાય આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.