યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો રોડ રસ્તાઓ પર નદીની જેમ પાણીનો પ્રવાહ જોવા મળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે આકાશમાં કાલા ડિબાંગ વાદળો છવાતા એકાએક વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. રાત્રીના સમયે અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં ભારી વરસાદ વરસ્યો હતો.અંબાજીના મુખ્ય માર્ગો સહિતના અન્ય માર્ગો વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા. અંબાજી પંથકમા રાત્રીના સમયે ભારી વરસાદના કારણે રોડ રસ્તાઓ પર નદીની જેમ પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.