ડીસાના કણજરા ગામના લોકો કીચડમાં ચાલવા મજબૂર:તાત્કાલિક રોડ બનાવવા ગ્રામજનોની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના કણઝરા ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે. આ રસ્તા પરથી દરરોજના અસંખ્ય લોકો અને વિધાર્થીઓ અવરજવર કરે છે. આ એક જ માર્ગ છે કે જે ગામને જોડી રહ્યો છે અને બાળકોને અભ્યાસ કરવા જવા માટે પણ આ એક જ માત્ર માર્ગ છે. પરંતુ અત્યારે માર્ગની હાલત એકદમ બિસ્મારમાં છે.માર્ગ પર આટલી મોટી સંખ્યામાં લોકોની અને વિધાર્થીઓની અવરજવર હોવાના લીધે સ્થાનિક ગ્રામજનો દ્વારા ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. છેલ્લા પાંચ વર્ષથી માર્ગના સમારકામ માટે અલગ અલગ જગ્યા પર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી માર્ગના બનતા હવે લોકો પણ કંટાળી ચૂક્યા છે અને ના છૂટકે બિસ્માર માર્ગ પરથી ચાલવા માટે મજબૂર બન્યા છે.ચોમાસામાં તો પરિસ્થિતી ખૂબ જ વિકટ બની જાય છે. બિસ્માર રસ્તામાં પાણી ભરાઈ જતાં અહીથી પસાર થવું અશક્ય બની જાય છે. ત્યારે કણઝરા ગામના લોકો રસ્તાનું તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.ગામના સરપંચના સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે, કણજરા ગામમાં આંગણવાડીથી ગંભીરપુરા સુધીનો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં છે. દર વર્ષે ચોમાસામાં કીચડ થઈ જતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. ધારાસભ્ય, સાંસદસભ્ય અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી રોડ ન બનતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે. શાળાએ જવા માટેનો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં છે શાળાએ જઈને ઘરે આવીએ ત્યાં સુધી અમારા વિદ્યાર્થીઓના કપડા પણ કિચડમાં ખરાબ થઈ જાય છે એટલે સરકાર જલ્દી રોડ બનાવે તેવી રજૂઆત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.