પાલનપુર-આબુ હાઇવે પર મોડી રાત્રે પાણી ઓસરી ગયા બાદ વાહન વ્યવહાર શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર આબુ હાઇવે પર ભરાયેલા પાણી મોડી રાત્રે ઓસરી ગયા બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો હતો. બિહારી બાગથી આરટીઓ સર્કલ વચ્ચે રકાબી જેવી સ્થિતિ હોવાથી અહીં નેશનલ હાઇવે પર ન્યુ પાલનપુર વિસ્તારની તમામ સોસાયટીઓનું પાણી ફરી વળે છે જેના લીધે સામાન્ય એક ઇંચ વરસાદમાં એક ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે.અધુરામાં પૂરું પાણી નિકાલ માટે કોઈ રસ્તો ન હોવાથી પાલનપુર નગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટરની સૂચનાથી ડી-વોટરીંગ પંપ મૂકવામાં આવે છે અને આઠ દસ કલાક સતત મશીન ચલાવીને પ્રેશરથી પાણીને લડબી વ્હોળા તરફ પ્રેશરથી ધકેલવામાં આવે છે.પાણી નિકાલ માટે બંને સર્વિસ રોડની બાજુમાં કાચી નિકો બનાવવામાં આવી છે. નિકોની મારફતે અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન તરફ ધકેલવામાં આવે છે અને એ રીતે પાણી આબુ હાઇવેથી 200 મીટર દૂર આવેલા લડબી વ્હોળામાં જતું રહે છે. સ્થિતિ એવી સર્જાઇ છે કે દર વખતે એકાદ ઇંચ વરસાદમાં વાહનો પાલનપુર પશ્ચિમ પોલીસને દાંતીવાડા વાઘરોલ તરફ ડાયવર્ટ કરવા પડે છે જેના લીધે સૌથી વધુ મુશ્કેલી પાલનપુર શહેરના લોકોને થાય છે. જોકે ડીસા હાઇવેથી વાગરોલ તરફ જતા ભારે વાહનોને પાલનપુર સિટીના ટ્રાફિકથી સમય બચી જાય છે.અમદાવાદ તરફથી આવતા વાહનોને વાઘરોલ તરફ જવા દર વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એરોમા સર્કલ પર આવી ગયા બાદ લઈને ચંડીસર બ્રિજની નીચેથી વળીને વાઘરોલ ચિત્રાસણી થઈને આબુ હાઇવે જવું પડે છે. તો બીજીતરફ ભારે વાહનોને ચિત્રાસણીથી વળી જવાનું હોવાથી ખીમાણા ટોલ પ્લાઝા વચ્ચે ન આવતો હોવાથી ટોલની રકમ ભરવામાંથી મુક્તિ મળી જાય છે. આ સ્થિતિ જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે સર્જાય છે અત્યાર સુધી મે મહિનાથી અત્યાર સુધી 5થી6 વખત વાહનો ડાયવર્ટ કરવા પડ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.