વિસનગરમાં પાલિકાની સાધારણ સભા યોજાઈ

મહેસાણા
મહેસાણા

વિસનગર નગરપાલિકામાં પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી હતી. જેમાં સાધારણ સભામાં પ્રમુખ સ્થાન સહિત 51 ઠરાવોમાંથી 40 ઠરાવોને મંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે 7 ઠરાવોને નામજૂર કરાયા હતા. જેમાં 4 ઠરાવોને પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા. જેમાં આ સાધારણ સભામાં વિરોધ પક્ષના નેતા શામળ દેસાઈએ સૂકા અને લીલા કચરાના ખાતર બનાવતા ઓર્ગેનિક વેસ્ટ કંટ્રોલ મશીનની ગુપચુપ ચુકવણી થઈ જતાં વિરોધ દર્શાવ્યો હતો.નગરપાલિકા હોલ ખાતે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની અધ્યક્ષતામાં સાધારણ સભા મળી હતી. જેમાં 46 ઠરાવો તેમજ 5 પ્રમુખ સ્થાનેથી મળી 51 ઠરાવોને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 40 ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે 7 ઠરાવોને નામંજૂર અને 4 ઠરાવોને પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.આ સાધારણ સભામાં સૂકા અને લીલા કચરાને ખાતર બનાવતા ઓર્ગેનિક વેસ્ટ કંટ્રોલ મશીનની પેમેન્ટ ચૂકવણી સામે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શામળ દેસાઈએ વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા પ્રમુખના લખાણ આધારે 60 લાખનું પેમેન્ટ અંધારામાં રાખી પ્રમુખની સર્વ સંમતિથી થતાં વિરોધ દર્શાવ્યો હતો. જે અંગે સભામાં વિરોધ પક્ષના નેતા શામળ દેસાઈ વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે, નગરપાલિકાની જાણ સિવાય કંઈ રીતે થઈ ગયું અને સાથે સાથે એ પણ વાચ્યું કે પ્રમુખે સમંતી આપી હતી. જેમાં હું પ્રમુખને પૂછવા માંગુ છું કે તમે નગરપાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર તમે વ્યક્તિગત કેવી રીતે સમંતી આપી શકો. આ આખા હાઉસનો સવાલ છે. હું પૂછવા માંગુ છું કે નગરપાલિકાના બધા સભ્યો અંધારામાં હોઈએ અને આપ વ્યક્તિગત જો આપ આપી દો કે અમને ચૂકવવામાં વાંધો નથી તો નગરપાલિકા અને સમગ્ર શહેરને નુકસાની કરી રહ્યા છીએ. જ્યાં શામળભાઈને એજન્ડા બહારનો પ્રશ્ન ના કરવા અંગે જણાવતા શામળભાઇએ જણાવ્યું હતું કે, ક્યા ટાઈમે ઉઠાવાય એનો મને સંપૂર્ણ ખ્યાલ છે. નગરપાલિકાને શહેરને લગતી કોઈ પણ માહિતી એજન્ડામાં ના હોય તો હાઉસનો કોઈપણ સભ્ય શહેરને લગતી માહિતી હોય તો 36 કોર્પોરેટર પૈકીનો કોઈ પણ સભ્ય ઉઠાવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.