ગેનીબહેન ઠાકોરે કહ્યું- સરકાર વહેલીતકે કાયદામાં સુધારો લાવે, પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રીએ આપેલા નિવેદનને પણ આવકાર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતમાં કેટલાક સમાજ દ્વારા લવમેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ મહેસાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘લવમેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરવા માટે જરુરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે. બંધારણ ન નડે એ રીતે દીકરીઓના પ્રેમલગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું’. કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે પણ મુખ્યમંત્રીના નિવેદનને આવકાર્યું છે અને સરકાર આ મામલે વહેલીતકે કાયદામાં સુધારો કરે તેવી માંગ કરી છે.મહેસાણાના નગર ખાતે ગતરોજ સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા પાટીદાર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લવમેરેજ એટલે કે પ્રેમલગ્ન સંબંધિત નવી શરત ઉમેરવાનો મુદ્દો પાટીદાર સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. લવ મેરેજમાં માતાપિતાની મંજૂરી જરુરી હોવી જોઈએ તેવી માગ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી હતી.આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘લવમેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરવા માટે જરુરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે. બંધારણ ન નડે એ રીતે દીકરીઓના પ્રેમલગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું. વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે લવમેરેજને લઈ મુખ્યમંત્રીએ આપેલા નિવેદનને આવકાર્યું હતું અને કહ્યું હતું કે, આવનારા સમયમાં સમાજની બહેન દીકરીને સુરક્ષિત રાખવી હોય સમાજ વ્યવસ્થા જાળવી રાખવી હોય અને ગુનાખોરી અટકાવવી હોય તો માતાપિતા અથવા બ્લડ રિલેશન હોય તેની સહી લેવા માટેની અથવા અન્ય રીતે લગ્નની નોંધણી ગામમાં થાય, પંચકેસમાં સહી કરે તે ગામના હોય તેવી વ્યવ્સથા કરવી જોઈએ. આવું બંધારણીય કાયદામાં ફેરફાર કરવામાં આવે તો ઘણાબધા પરિવારોને જે હેરાનગતિ થાય છે તે ન થાય. સરકાર વહેલામાં વહેલો સુધારો લાવી માતાપિતાની સહી ફરજિયાત કરે તેવી અપેક્ષા હું રાખું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.