મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખની દીકરી સાથે સામાન્ય બાબતે એક શખ્સે કર્યો હુમલો

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીની દીકરી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.જેમાં આજે સમાજની ચૂંટણી હોવાથી પિતાને મળવા યુવતી સિદ્ધાર્થ સ્કૂલમાં ગાડીમાં બેસી એન્ટ્રી કરે એ પહેલાં ગેટ વચ્ચે ઉભેલા ઇસમે ગાડી પર મૂકો મારી ઘોબો પાડ્યો હતો.જેમાં યુવતી બહાર આવીને યુવકને ઠપકો આપવા જતા યુવક ઉશ્કેરાઈ જઈને યુવતી સાથે ઝપાઝપી કરી હતી.જેમાં યુવતીના વાળ ખેંચી મારી નાખવાની ધમકીઓ આપતા મહેસાણા એ ડિવિઝન પોલીસમા યુવતીએ ફરિયાદ નોંધાવી છે.મહેસાણા કોંગ્રેસના પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી આજે 135 પાટણ વાળા વણકર સમાજની ચૂંટણીમાં ઉભા હતાં એ દરમિયાન તેઓની દીકરી કિનલ સોલંકીએ પિતાને ફોન કરી ચૂંટણી બાબતે પૂછતા ઘનશ્યામ સોલંકી એ કહ્યું હું લીડમાં છું આપણે જીતી જઈશું,એમ કહ્યા બાદ પૂર્વ પ્રમુખની દીકરી પિતાના સ્વાગત માટે માસીના છોકરા સાથે બજારમાં ફૂલહાર લેવા ગઈ હતી. જ્યાં સોમનાથ રોડ પર સિધ્ધાર્થ સ્કૂલમાં પિતાને મળવા પહોંચી હતી.પૂર્વ પ્રમુખની દીકરી પિતાને મળવા સિધ્ધાર્થ સ્કૂલમા પોતાની ગાડી લઈને જતા મેઈન ગેટ પર રાઠોડ ભાનુંભાઈ પૂનમચંદ ગાડી સામે આવી જતા પૂર્વ પ્રમુખની દીકરીએ ગાડી સામેથી ખસી જવાનું કહેતા તે ખસવા ને બદલે ઉશ્કેરાઈ જઈને ગાડીના આગળના ભાગે મુક્કો માર્યો હતો.બાદમાં રાઠોડ ભાનુભાઈ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી યુવતી સાથે ઝપાઝપી કરી વાળ ખેંચ્યા હતા.તેમજ ઝપાઝપી દરમિયાન ગળામાં પહેરેલ સોનાં ચેન તૂટી ગઈ હતી.સમગ્ર મામલે ઝપાઝપી થતા યુવતીને સ્થાનિક લોકો અને તેની માસીના દીકરાએ વચ્ચે પડી છોડાવી હતી.ત્યારબાદ ભાનુંભાઈ રાઠોડે યુવતીને કહ્યું કે તારાથી થાય એ કરી લેજે હવે પછી મારી સામે આવી તો જાનથી મારી નાખીશ હું ભાજપનો કાર્યકર છું સમગ્ર મામલે યુવતીએ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.