રાધનપુર તાલુકાના કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં વૃક્ષોનાં રોપાઓનું વિતરણ કરાયું

પાટણ
પાટણ

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે આજરોજ કલ્યાણપુરા ગામની આંગણવાડી,પ્રાથમિક શાળા સહિત ગામની અંદર વૃક્ષોનાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 500 થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે ભણશાલી ટ્રસ્ટ દ્વારા આંગણવાડી કેન્દ્ર અને ગામની અંદર વૃક્ષોનાં રોપાઓનું વિતરણ કરાયું હતું. જેમાં આંગણવાડી ખાતે રોપાઓ ઉછેર કરવા તેમજ વૃક્ષો નું વાવેતર વૃક્ષો નું જતન કરવા આંગણવાડી કાર્યકરએ જવાબદારી નિભાવવા અને પર્યાવરણ જાગૃતિ લાવવા લોકોને અપીલ કરતા નજરે ચડ્યા હતા. તો બીજી તરફ ગામમાં લોકોએ વૃક્ષોનાં રોપાઓ ઘરે લઈ જઈ ઉછેર કરવા તેમજ વૃક્ષો વાવેતર કરી પયૉવરણ જાગૃતિ લાવવા લોકોએ સાથ સહકાર આપી વૃક્ષો નું વાવેતર કર્યું હતું.રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રાથમિક શાળા માં રોપાઓ નું વિતરણ કરાયું હતું.જે રોપાઓ પ્રાથમિક શાળા ખાતે વાવેતર કરી વૃક્ષો નું જતન કરવા શિક્ષકો એ જવાબદારી લીધી હતી. તેમજ વૃક્ષો વાવેતર ,પર્યાવરણ જાગૃતિ, વૃક્ષોનું જતન વગેરે થી બાળકોને માહિતગાર કરાયા હતા. પર્યાવરણ અને વૃક્ષો નું મહત્વ તેમજ વૃક્ષો ની જાળવણી વગેરે વિષય પર બાળકોને શાળા નાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને અનુલક્ષીને પર્યાવરણ જાગૃતિ લાવવા વૃક્ષો વાવેતર કરવા અને ગામડાઓ માં તેમજ તાલુકામાં વધુ ને વધુ વૃક્ષો નું વાવેતર થાય ગામમાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.