પાટણ જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરીમાં વિદાય સમારંભ યોજાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરીમાં કનિયાન અધિક્ષક તરીકે પ્રશંસનીય ફરજ બજાવી આજ રોજ વય મર્યાદાના કારણે ફરજ નિવૃત થતાં ડો.સુરેશભાઈ પટેલ નો નિવૃતિ વિદાય સ્નેહ સંમેલન કાર્યક્રમ યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે પૂવૅ નિયામક પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્યના આર.સી.રાવલ ના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પૂવૅ સચિવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આર.આઈ. પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર રોહિત ચૌધરી,પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પાલનપુર ડો.વિનુભાઇ પટેલ સહિત સંચાલક મંડળ,તમામ સંઘ, પ્રાથમિક માધ્યમિક શાળાના શિક્ષક મિત્રો, જિલ્લા ના આચાર્યઓ, શાળાના શિક્ષક મિત્રો વહીવટી કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વય મર્યાદા ના કારણે નિવૃત થતાં ડો. સુરેશભાઈ પટેલ ને વિવિધ ભેટ સોગાદો અપૅણ કરી નિવૃત જીવનની શુભેચ્છા પાઠવી હતી.તો ડો. સુરેશભાઈ પટેલે પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.