થરાદમાં વરસાદને કારણે ઐતિહાસિક મકાન ધરાશાયી : સદનશીબે જાનહાનિ ટળી

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે વહેલી સવારે થરાદ શહેરની જુની નગર પાલિકાનું મકાન વરસાદને કારણે ધરાશાયી થયું હતું.મકાનની આસપાસ બહુ જ લોકોની અવરજવર રહેતી હોય છે પણ સદનશીબે જાનહાનિ ટળી હતી.સને 1998 પહેલા થરાદની નગરપાલિકા જે મકાનમાં હતી, તે મકાન અંદાજે ૧૫૫ વર્ષ જુનુ હતું. આ મકાનમાં સૌપ્રથમ ઉત્તર ગુજરાતની પહેલી કન્યાશાળા શરૂ કરવામાં આવી હતી. થોડા વર્ષો પછી કન્યાશાળા માટે નવિન બિલ્ડીંગ બનતા તાલુકા પંચાયતની માલિકીની આ મિલકતને થરાદ પંચાયતે ભાડા પેટે રાખી હતી.આ ઐતિહાસિક મકાનમાં જ થરાદના જૈન સરપંચો પુનમચંદ પારેખ, નરપતલાલ દેવા, મફતલાલ વગેરેએ પંચાયતનું કામકાજ કર્યું હતું. આ પુરાણા મકાનમાં સરપંચ પછી અધ્યક્ષ તેમજ સેક્રેટરીના હોદ્દેદારોએ પણ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તા.15/4/1994 થી થરાદ નગરપાલિકા બન્યા બાદ પણ ચારેક વર્ષ નગરપાલિકા આ મકાનમાં જ રહી હતી. સને 1998 થી વર્તમાન નવા બનેલા બિલ્ડીંગમાં નગર પાલિકા કાર્યાલયને લાવવામાં આવ્યુ હતું. થરાદના વરિષ્ઠ નાગરિક અને નગરપાલિકાના પૂર્વ કર્મચારી રામચંદભાઇ વાણીયાના જણાવ્યા પ્રમાણે સને 1868ની આસપાસના સમયગાળામાં આ મકાનનું બાંધકામ થયેલું હતું..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.