સાબરકાંઠા SP ઉપર ફૂલવર્ષા કરી વિદાય આપી

સાબરકાંઠા
સાબરકાંઠા

રાજ્ય સરકાર દ્વારા 70 IPSની બઢતી અને બદલી કરવામાં આવી હતી. જેને લઈને સાબરકાંઠા જિલ્લાના SPની બઢતી સાથે ગાંધીનગર બદલી થઇ જેને લઈને સોમવારે હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા કચેરીએ જિલ્લા પોલીસ વડાએ ચાર્જ છોડ્યો હતો અને બદલી થઈને આવેલ SPએ ચાર્જ સંભાળ્યો હતો. બીજી તરફ ચાર્જ છોડીને જતા SPપર ફૂલવર્ષા કરી વિદાય આપી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાને નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે બઢતી સાથે નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગરની ખાલી કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. તો બીજી તરફ પાટણના જિલ્લા પોલીસ વડા વિજય પટેલની સાબરકાંઠા જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. જેને લઈને આજરોજ હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા કચેરીએ સાબરકાંઠા SPવિશાલ વાઘેલાએ ચાર્જ છોડ્યો હતો અને વિજય પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ બંને અધિકારીઓએ એક કલાક સુધી ચર્ચાઓ કરી હતી.સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની બઢતી સાથે બદલી થવાને લઈને ચાર્જ છોડ્યા બાદ ચેમ્બરમાંથી બહાર નીકળતા વિશાલ વાઘેલા પર ગુલાબની પાંદડીઓની ફૂલવર્ષા થઇ હતી. હેડ ક્વાર્ટસ DYSP પાયલ સોમેશ્વર, ઇડર DYSP સ્મિત ગોહિલ, હિંમતનગર DYSP એ.કે.પટેલ, LCB PI એ.જી.રાઠોડ, SOG PI એન.એન.રબારી સહીત LCB PSI અને સ્ટાફ, નેત્રમ PSI આર.કે.રાવત અને સ્ટાફ, કોમ્પુટર વિભાગના PSI રવિ પટેલ સહીત અધિકારીઓ અને સ્ટાફ સાથે વહીવટી કચેરીના અધિકારીઓ અને સ્ટાફ વિવિધ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તમામ બે લાઈનમાં ચેમ્બરથી લઈને કચેરી બહાર સુધી એક લાઈનમાં ગુલાબની પાંદડીઓ હાથમાં લઈને સ્મિત સાથે ચાર્જ છોડી વિદાય લેતા વિશાલ વાઘેલા પર વરસાવી હતી અને સાથે ફૂલો જેવા પ્રેમ સામે વિશાલ વાઘેલાએ પણ સૌને THANK YOU કહેતા થાક્યા ન હતા અને હસતા હસતા વિદાય લેતા સમયે સૌની અને વિશાલ વાઘેલાની ખુશીથી આંખો ભરાયેલી જોવા મળી હતી. કચેરી બહાર આવ્યા બાદ ગાર્ડ ઓફ ઓનર અને ત્યારબાદ કારમાં બેસીને કારને પણ બેન્ડ સાથે પોલીસ હેડ ક્વાર્ટસના પ્રવેશદ્વાર સુધી દોરી ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.