મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદ, આજરોજ સવારથી વરસાદી માહોલ

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સવાર થી જ જિલ્લાના મુખ્ય મથક મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. આજરોજ સવારના અરસા દરમિયાન મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ હતી. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. મોડાસા શહેરની આસપાસના ગાજણ અને મહાદેવપુરા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ગતરોજ પણ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી હળવા ઝાપટા વરસ્યા હતા.વરસાદને લઈ ખેડૂતોને રાહત સર્જાઈ છે.જોકે હજુ જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર આવક નોંધાય એમ અરવલ્લી જિલ્લા અને ઉપરવાસ વિસ્તારમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. સારા વરસાદને લઈ જળાશયોમાં જળસંગ્રહમાં વધારો નોંધાય તો જિલ્લામાં સિંચાઈની મોટી રાહત સર્જાઈ શકે એમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.