ભારતીય કિસાન સંઘ અને APMCના સંયુક્ત ઉપક્રમે ઓર્ગેનિક કાકડીનું વિતરણ શરૂ કરાયું

મહેસાણા
મહેસાણા

વિસનગર APMCમાં ભારતીય કિસાન સંઘ અને APMCના સયુંકત ઉપક્રમે ઓર્ગેનિક કાકડીનું વિતરણ શરૂ કરી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ ખાતરનો વપરાશ કર્યા સિવાય તૈયાર કરવામાં આવેલી કાકડીના વિતરણનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જ્યારે આ નવતર પ્રયોગના સફળતા બાદ બીજી બધી શાકભાજીઓની પણ ખેતી કરી તેનું વેચાણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.ખેતીમાં સારા ઉત્પાદન માટે ખેડૂતો વધુ પડતી જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરનો ઉપયોગ કરતા થયા છે. તેની અસર લાંબા ગાળે લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. તેવામાં હવે સમય સાથે લોકો ઓર્ગેનિક વસ્તુઓ તરફ વળ્યા છે. પરંતુ ઓર્ગેનિક મળવું એક પડકાર છે.લોકો સુધી ઓર્ગેનિક ખેત પેદાશ પહોંચી શકે તે માટે ભારતીય કિસાન અને APMC દ્વારા એક નવતર પ્રયોગ વિસનગર APMC ખાતે શરૂ કરવામાં આવ્યો છે. વિસનગરના ઘાઘરેટ ગામના ખેડૂતની જંતુનાશક દવા કે ખાતર વાપર્યા વગરની પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલી કાકડીની એક કિલોના પેકિંગમાં યોગ્ય ભાવે વેચાણ શરૂ કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.ઓર્ગેનિક કાકડીની સફળતા બાદ વિસનગર વાસીઓને જંતુનાશક દવા કે ખાતર વગરની શાકભાજી મળી રહે તે માટેની પણ આગામી સમયમાં વિચારણા કરવામાં આવી છે. આગામી સમયમાં ઓર્ગેનિક દ્વારા તૈયાર કરવામાં આવેલી શાકભાજીનુ પણ વિતરણ કરવામાં આવશે.હાલમાં ઘણી વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. આ પ્રકારની ભેળસેળવાળી વસ્તુઓ ખાવાથી લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડે છે. આથી લોકોને શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી મળી રહે તે માટેની વિચારણા ભારતીય કિસાન સંઘ તેમજ APMC દ્વારા કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.