મહેસાણા તાલુકાઓમાંથી જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યાં

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં હાલમાં ઠેર-ઠેર જુગારધામ પર પોલીસ છાપો મારી પત્તા રમતા જુગારીઓને ઝડપી રહી છે. ત્યારે મહેસાણા તાલુકાના લાઘણજ પોલીસે હાડવી ગામેથી તેમજ મહેસાણા તાલુકા પોલીસે પાંચોટ ગામેથી જુગાર રમતા જુગારીઓને ઝડપી કાર્યવાહી આદરી છે.હાડવી ગામથી જુગાર રમતા 7 ઝડપાયા
લાઘણજ પોલીસે પેટ્રોલીગ દરમિયાન હાડવી ગામની સીમમાં આવેલી ખાનગી કંપની પાસે ખુલ્લામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ મારી હતી. જ્યાં રેડ દરમિયાન પોલીસે જુગાર રમતા સાત જુગારીને ઝડપી લીધા હતા. તેમજ 62,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મહેસાણા તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાંચોટ ગ્રામ પંચાયત પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જેને પગલે પોલીસે દરોડા પડયા હતા. જ્યાં જુગાર રમતા કેટલાક ઈસમો પોલીસને જોઈ ભાગી ગયા હતા. તો કેટલાક ઝડપાઇ ગયા હતા. પોલીસે રેડ દરમિયાન ચાર જુગારીને ઝડપી 25,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આગળની વધુ તપાસ આદરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.