પાટણના સાયન્સ સેન્ટર ખાતે ટેલિસ્કોપ અને માઈક્રોસ્કોપ પર વર્કશોપ કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગતરોજ ટેલિસ્કોપ અને ડિજિટલ માઈક્રોસ્કોપ પર વર્કશોપ સાથે મેરી લાઈફ-મિશન લાઈફ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રીએ જણાવ્યુ કે મિશન લાઈફ એ ભારત સરકાર દ્વારા ભારતની આગેવાની હેઠળની વેશ્વિક પહેલ છે, જેનો ઉદેશ્ય ક્લાયમેન્ટ ચેન્જનો સામનો કરવાનો છે. ત્યારબાદ ગુજરાત સરકારના ઉચ્ચશિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત ટેલિસ્કોપ અને ડિજિટલ માઈક્રોસ્કોપ પર નિષ્ણાંત ગાઈડ દ્વારા વિગતવાર નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદીત થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.