પાલનપુરના સલેમપુરાની શેરીમાં રખડતા ઢોરે બાળકને રગદોળી નાખ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જોવા મળી રહ્યો છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે સલેમપુરા વિસ્તારમાં આવેલી નવી મસ્જિદ પાસે ગાયે બાળકને પાછળ પડીને રગદોળી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ મહામુસબીતે બાળકને છોડાવ્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે.સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, બે મહિલાઓ સાથે એક બાળક શેરીમાં જઇ રહ્યો હોય છે. ત્યારે પાછળથી એક ગાય આવે છે. જે પ્રથમ મહિલાને અડફેટે લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મહિલા લાંબો હાથ કરતાં અને ખસી જતાં ગાય આગળ નીકળી જાય છે. ત્યારે બાળક શેરીની એક બાજુની દીવાલને અડીને ઉભો રહે છે. જોકે, આગળ ગયેલી ગાય પરત આવીને બાળકને શિંગડે ચડાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બાળક ભાગવાનો પ્રયત્ન કરે છે, પરંતું પડી જાય છે. જોકે, માંડ માંડ ઉભો થઇને બીજી તરફની દીવાલે જાય છે. પણ ગાય પાછળ જ પડી હોય છે. અંતે બાળક પડી જાય છે અને શિંગડે ચડાવ્યા બાદ બાળકને રગદોળે છે.બાળકને ગાય પગથી રગદોળતી હોય છે ત્યારે મહિલાઓ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે. જોકે, નાકામ રહે છે. જેથી મહિલાઓ બુમાબુમ કરે છે. જે સાંભળીને આજુબાજુના સ્થાનિકો દોડી આવે છે અને ગાયની ચુંગાલમાંથી બાળકને માંડ માંડ છોડાવે છે. સીસીટીવીમાં જોવા મળ્યા મુજબ બાળક મોતના મુખમાંથી બહાર આવતો હોય એવું લાગે છે. જો થોડી વાર માટે પણ સ્થાનિકો દોડી ન આવ્યા હોત તો આ ઘટનામાં બાળકનો જીવ જઇ શકતો હતો. જોકે, સદનસીબે બાળકનો જીવ બચી જાય છે.બીજી તરફ આજે જિલ્લાના ધાનેરામાંથી પણ આખલાનો આતંક સામે આવ્યો છે. ધાનેરામાં ભરબજારે બે આખલા યુદ્ધે ચડ્યા હતા. ભીડભાડવાળા વિસ્તારમાં આખલાઓ દોડતાં અને બાદમાં શિંગડા યુદ્ધ કરતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્યારે સ્થાનિકો આ સમસ્યામનો અંત લાવવા તંત્રને માંગ કરી રહ્યા છે.​​​​​​​પાલનપુરમાં રખડતા ઢોરોના ત્રાસના આ દૃશ્યો પહેલીવાર સામે નથી આવ્યા અગાઉ પણ ઘણા લોકોના જીવ ગયા છે. પાલનપુરમાં એકાદ વર્ષ પહેલાં રખડતા પશુના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. એ બાદ થોડા મહિના પહેલાં એક યુવાનને રખડતા પશુએ અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરમાં યમરાજ બનીને ફરતાં રખડતા ઢોરોને પાંજરે પૂરવા અવાર નવાર રજૂઆતો કરાઇ છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરાતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.