ડીસામાં અમનપાર્ક સોસાયટી માંથી પાણીનો નિકાલ નહીં કરાય તો મતદાન બહિષ્કાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં આવેલ અમનપાર્ક સોસાયટીના પ્રવેશદ્વાર આગળ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતાં રહીશોને અવર-જવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે, વરસાદી પાણીનો નિકાલ નહી થાય તો સ્થાનિક રહીશો દ્વારા ડીસા નગરપાલિકા વોર્ડ નંબર – 9 ની પેટા ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. અમનપાર્ક સોસાયટી વોર્ડ નંબર 9 અને 11 એમ બે ભાગમાં વહેંચાયેલી છે. આ વિસ્તારના રહીશો પાલિકામાં ઘરવેરા, સફાઈ વેરા, લાઈટ વેરા સહિતના વેરા નિયમિત ભરે છે પરંતુ તેની સામે નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઉણી ઉતરી રહી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે.હાલમાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં જ પાણીનો ભરાવો થઈ જતાં સ્થાનિક રહીશોને અવર-જવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક રહીશોએ બન્ને વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. શનિવારે પડેલા સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતાં રહીશો રોષે ભરાયાં છે અને આગામી તા.6 ઓગષ્ટના રોજ યોજાનારી વોર્ડ નંબર 9 ની પેટા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.આ અંગે અમનપાર્ક સોસાયટીના રહીશએ જણાવ્યું હતું કે, ડીસામાં માત્ર દોઢ ઇંચ વરસાદ ખાબકતા અમનપાર્ક સોસાયટી સરોવરની જેમ ભરાઈ જતાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં કોઈ સા઼ભળતું નથી.પ્રમુખ રાજુભાઈ ઠક્કર આ વિસ્તારના રહીશોની માંગણીને ધ્યાને લઈ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.