બેચરાજીના દેલવાડા ગામની સીમમાં ખેંતરમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા એલસીબીની ટીમે બેચરાજી તાલુકાના દેલવાડા ગામની સીમમાં ખેંતરમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરતાં શખ્સને 87,820ના મુદ્દામાલ સાથે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે અન્ય એક ફરાર શખ્સ સહિત બંન્ને ઇસમો વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત મોઢેરા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં ચાલતી પ્રોહિબીશન તેમજ જુગારની પ્રવૃતિઓને ડામી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ આર.જે.ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ એમ.ડી.ડાભી તથા હેકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ, અજયસિંહ સહિતની સ્ટાફ મહેસાણા રાધનપુર સર્કલ નજીક આવતાં હે.કો. વિજયસિંહ તથા જયસિંહ સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, દેલવાડા ગામની સીમમાં રહેતા દરબાર ગીતુભા ઉર્ફે સિધ્ધરાજસિંહ પ્રહેલાદસંગ (રહે. દેલવાડા તા. બેચરાજી) પોતાના ખેંતરમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખી વેપાર કરે છે. મહેસાણા એલસીબીની ટીમ દેલવાડા ગામની સીમમાં પહોંચી ખેંતરમાં સંતાડેલો વિદેશી દારૂ તથા બિયરના ટીનનો રુપિયા 87820 કિંમતનો તથા મોબાઇલ મળી કુલ 88,320નો મુદ્દામાલ કબજે કરી દરબાર ગીતુભા ઉર્ફે સિદ્ધરાજસિંહને ઝડપી પાડી વાઘેલા પવુભા અનુભા (રહે. વડા, તા. કાંકરેજ) વિરુદ્ધ મોઢેરા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.