બનાસકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં એકાએક બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાં નો એક મોહરમ તહેવાર છે પયંગબર હઝરત મોહમ્મદ નાં પોત્ર હજરત ઇમામ હુસેન કરબલાના મેદાનમાં યુધ્ધમાં શહીદ થયા હતા. તેમણે ઈસ્લામ ધર્મના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આ યુધ્ધ ના મેદાનમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા. આને લઈને મોહરમ નાં દિવસે ઈસ્લામ ધર્મના મુસ્લિમ બિરાદરો દર વર્ષેની જેમ આ વર્ષે મહોરમ નાં 10 માં દિવસે ડીસા શહેરના ડોલીવાસ વિસ્તારમાં આજરોજના બપોરે ડોલીવાસ થી તાજીયાનું ભવ્ય જુલુસ નીકળી ઢેબરરોડ, મારવાડી મોચીવાસ, અંબાજી મંદિર થઈ લેખરાજ ચારરસ્તા થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફર્યું હતું. આ જુલુસમાં ડોલીવાસના સરકારી તાજીયા સાથે રાજપુર, ગવાડી, તેમજ માનતાના નાના મોટા ભેગા મળીને તમામ તાજિયાને સાંજે રાજપુર ખાતે ઠંડા કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રસ્તામાં ઠંડા પીણાં, સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અને મુસ્લિમ બિરાદરો દ્વારા અવનવા અંગ કસરતોના દાવ કરવામાં આવ્યા હતા. આમ શાંતિભર્યા માહોલમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બનતાં પોલીસ રાહતનો શ્વાસ લીધો હતો.અને શાંતિથી તાજીયા જુલુસ સંપન્ન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.