વિસનગરમાં જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરવા કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આજે TET,TATના પાસ ઉમેદવારોએ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી, TET,TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જેમાં TET, TAT પાસ ઉમેદવારોએ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને આટલો અભ્યાસ કરવા છતાં પણ સરકારના નવા ઠરાવો પ્રમાણે કાયમી નોકરી ન મળતાં ભવિષ્ય જોખમાય તેમ હોવાથી નવા ઠરાવ રદ કરી જૂની નિમણુક પદ્ધતિ પ્રમાણે ઉત્તીર્ણ થયેલા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણૂક આપવામાં આવે તેવી માંગણી કરી હતી.વિસનગરમાં ધારાસભ્ય કાર્યાલય ખાતે આજે TET, TAT પાસ ઉમેદવારોએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં TET 1,2 તેમજ TAT 1માં ઉત્તીર્ણ થયેલા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને જૂની પદ્ધતિ મુજબ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે, જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કરારના ઠરાવને રદ કરવામાં આવે, જ્ઞાન સહાયકની ભરતીની TET અને TAT પરીક્ષા આધારિત થવાની છે. જો કરાર આધારિત ભરતીનું આયોજન થઈ શકતું હોય તો કાયમી ભરતીનું આયોજન કેમ ના થઈ શકે. જેવી રજૂઆતો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને કરવામાં આવી હતી. તેમજ સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ અને ઉમેદવારોની ચિંતા કરી નવા ઠરાવ રદ કરી જૂની નિમણૂક પદ્ધતિ પ્રમાણે TET અને TATમાં ઉત્તીર્ણ થયેલા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને વહેલામાં વહેલી તકે ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણૂક આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.