પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. પાલનપુર શહેરમાં ખાડા ગંદકીનું સામ્રાજ્ય અને ઉભરાતી ગટરોને લઈને વિપક્ષે હોબાળો કર્યો હતો. સામાન્ય સભામાં વિપક્ષે કોર્પોરેટરોના પતિદેવો વહીવટ કરતા હોય અને ટકાવારી લેતા હોય તેવા આક્ષેપો પણ કર્યા છે. તેમજ વિપક્ષે વોટ આઉટ કર્યો હતો. પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં આજે આંકડાકીય માહિતી તેમજ બે વિકાસના કામોના મુદ્દા હતા, જોકે, સભા શરૂ થાય એ પહેલા જ પાલનપુર શહેરમાં પડેલા ખાડા, ગંદકી અને નાગરિકોની પડતી તકલીફને લઈને વિપક્ષે હોબાળો કર્યો હતો. ત્યારબાદ પાલિકામાં ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિ અથવા તેમના સગા વહીવટ કરવાના મુદ્દે જાહેર સભામાં આક્ષેપ કર્યા હતા. આ વહીવટદારો ટકાવારી લેતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.પાલનપુર શહેરમાં વિકાસના કામો ન થતા હોવાના મુદ્દે વિપક્ષે સામાન્ય સભામાં વોક આઉટ કર્યો હતો. આજે સાધારણ સભામાં આંકડાકીય માહિતી હતી અને વિકાસના બે મુદ્દા હતા જેને લઈને સામાન્ય સભા હતી, પરંતુ વિપક્ષના વોકઆઉટ બાદ શાસક પક્ષે પણ મંજૂર કરી અને એક મિનિટમાં સભા આટોપી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.