હિંમતનગર પાલિકાની ચાલુ સભામાં ઉપપ્રમુખે રાજીનામું ધર્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં યોજાયેલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની બાદબાકી કરવાના પ્રશ્ને દોષનો ટોપલો હિંમતનગર પાલિકાના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતના ચેરમેન પર ઢોળાયો હતો. જેને લઇ હિંમતનગર પાલિકાની શુક્રવારે યોજાયેલી ચાલુ સામાન્ય સભામાં પાલિકા ઉપપ્રમુખ અમૃતભાઇ પુરોહિતે રાજીનામું ધરી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગતરોજ હિંમતનગરના ટાઉનહોલમાં પાલિકા પ્રમુખ યતીનબેન મોદીના અધ્યક્ષપદે અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં બગીચા વિસ્તારમાં પાણીની નવીન ટાંકી, 9 વોર્ડમાં તૂટી ગયેલ પેવર બ્લોક સીસી રોડ મિલકતોની મરામત ક્રિષ્ના સ્વીટ માર્ટથી લીમ્બચ માતા મંદિરને જોડતો બાકી રહેલ ટીપી રોડ રોનક પાર્ક થી શાંતિનગર હયાત રોડને જોડતો ટીપી રોડ ડેવલોપ કરવો જિલ્લા કક્ષાનો રૂ.5 થી 6 કરોડના ખર્ચે નિર્માણ સ્ટેશન માટે સિટી સર્વે નંબર 3099 ની 6756.93 ચો.મી. જમીન ફાળવવા દરખાસ્ત બનાવવી રૂ. 82 લાખનું જમ્બો સ્વીપર વસાવા,દાયકા જૂની સિટી બસ નવી વસાવવા, એક ભંગાર થઈ ગયેલ સીટી બસની હરાજી થી નિકાલ કરવા, મટન શોપના ભાડાપટ્ટા દર સુધારી રિન્યુ કરવા અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરેલ કામોને બહાલી અપાઈ હતી.તદઉપરાંત શહેરના સંઘ રોડ પર આવેલ ફાટક નંબર 83 કાયમી ધોરણે બંધ કરવાનો મુદ્દો રજૂ કરતાં કેટલાક કાઉન્સિલરોએ વિરોધ કરતાં તેમણે જણાવ્યું કે રેલ્વેએ પાલિકાનો અભિપ્રાય માંગ્યો છે રેલવેને અનુકૂળ નહીં હોય તો ફાટક એમ પણ બંધ થઈ જશે.સામાન્ય સભા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે પાલિકા ઉપપ્રમુખને અગાઉ આપેલ રદ કર્યાના લખેલ પત્ર અનુસંધાને પાલિકા ઉપપ્રમુખ અમૃતભાઈ પુરોહિતે રાજીનામું આપી દીધું હતું. જ્યારે તેમની સમાંતર જ આરોગ્ય સમિતિના ચેરમેનનું પણ મેન્ડેટ રદ કરવા છતાં સંગઠને વલણ અપનાવતા ભાજપની બેવડી નીતિનો અનુભવ થયો હતો.પાલિકા ઉપપ્રમુખનું રાજીનામું લેવા માટે તત્પર સંગઠનની કાર્યપ્રણાલી પણ એરણે ચઢી છે બે દિવસ અગાઉ યોજાયેલ સંકલન બેઠકમાં આ મમલે કોઈ ચર્ચા કરાઈ ન હોય અને શુક્રવારે તમામ કાઉન્સિલરોને બોલાવી વ્હીપ જારી કરી સહીઓ કરાવી લઈ આ મુદ્દો સામાન્ય સભામાં લેવા તાકીદ કરાઇ હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.