પ્રાંતિજમાં વીજ કચેરી અને હિંમતનગરમાં સ્કૂલમાં વૃક્ષારોપણ કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિયેશન દ્રારા પ્રાંતિજ વીજ કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઘનિષ્ઠ વૃક્ષારોપણને લઈને હિમતનગરના કાકરોલ રોડ આવેલી ડીસન્ટ હાઇસ્કૂલમાં વૃક્ષ જન જાગૃતિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં આવેલ વીજ કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા પ્રાંતિજ તાલુકા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિયેશન દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ તક્ષશિલા વિધાલય , અવરઓન વિધા વિહાર , અવરઓન ઇગ્લીશ મેડીયમ સ્કૂલ સંસ્કાર વિધાલય , આનંદ વિધાલય , નાલંદા વિધાલય સહિતની સ્કૂલોના 80 જેટલા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંતિજ વીજ કચેરી ખાતે આવેલ હનુમાન મંદિર સંકુલ પરિષદમાં આર્યુવેદિક છોડનું વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. તો વિધાર્થીઓને તો શિક્ષકો દ્રારા પર્યાવરણ વિશે જાણકારી આપી માહિતગાર કર્યા હતા અને આર્યુવેદિક અને ઓક્સિજન વિશેનું મહત્વ વાળા છોડનું વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.જેમા પ્રાંતિજ વીજ કચેરીના નાયબ ઈજનેર સહિત સ્કૂલોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.હિમતનગરના કાકરોલ રોડ પર આવેલ ડીસન્ટ વર્લ્ડ કિડ્સ સ્કૂલ ખાતે વૃક્ષ જન જાગૃતિ કાર્યક્રમ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ઘનિષ્ઠ વૃક્ષારોપણ હેઠળ 1000થી વધુ છોડ વન વિભાગ ધ્વારા સ્કૂલને આપવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે 500 છોડ વિધાર્થીઓને આપવામાં આવ્યા હતા જયારે 50 છોડનું સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજરોજ 500 છોડ સ્કૂલને આપવામાં આવ્યા હતા. આમ બે દિવસમાં આપેલા છોડનું વિધાર્થીઓ ધ્વારા તેમની આસપાસ અને પોતાની ઘર આગળ વૃક્ષારોપણ કર્યું હતું. બીજી તરફ વિધાર્થીઓએ ઘરે ઘરે છોડ લઈને પહોચીને વૃક્ષ વિષે સમજણ આપી વૃક્ષારોપણ કરાવ્યું હતું. આ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્કૂલના હોદ્દેદારો,શિક્ષકો,વિધાર્થીઓ સાથે વન વિભાગના હિમતનગર વિસ્તરણ રેંજના ACF એચ.કે.પંડ્યા,રાઉન્ડ ફોરેસ્ટર પ્રજ્ઞાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

વૃક્ષ જન જાગૃતિને લઈને પ્રથમ સ્કૂલમાં વિધાર્થીઓએ વૃક્ષના મહત્વ અને તેના ગુણો અને તેનાથી શું ફાયદો તે વિષે સમજણ આપી હતી.ત્યારબાદ સ્કૂલ વિસ્તારમાં રોડ પર જન જાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં વિધાર્થીઓ સાથે શિક્ષકો પણ જોડાયા હતા.તો વિધાર્થીઓ સ્કૂલ આસપાસના વિસ્તારમાં ઘરે ઘરે પહોંચીને રહીશોને વૃક્ષ વિષે સમજણ આપીને તેમના પાસે તેમના ઘર આગળ છોડનું વૃક્ષારોપણ કરવું હતું. ઉપરાંત સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં 550 છોડનું વૃક્ષારોપણ કર્યું હતું. સ્કૂલ ધ્વારા છોડનું કરેલ વૃક્ષારોપણ કર્યા બાદ તેના જતન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કેજી થી લઈને 12 સુધીના વિધાર્થીઓને ઘનિષ્ઠ વૃક્ષારોપણને લઈને છોડ આપવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.