ડીસાના ડાવસ નજીક બનાસ નદીમાં ભડથનો યુવક ગરકાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાંથી પાણીને છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસાના ડાવસ અને મહાદેવીયા વચ્ચેથી પસાર થતી બનાસ નદીમાં ગુરૂવારે સાંજે ભડથનો યુવક પાણીમાં નાહવા જતાં ગરકાવ થઇ જતા બીજા દિવસ સુધી પત્તો લાગ્યો ન હતો.

ડીસાના ડાવસ-મહાદેવિયા પાસે ભડથ ગામના પ્રવિણસિંહ વાઘેલા (40) ગુરૂવારે મોડી સાંજે વહેણમાં નાહવા જતાં ગરકાવ થઇ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મોડી રાત સુધી તપાસ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો.

જો કે ગત સવારે સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ દ્વારા નદીમાં બોટ લઈ તેમની શોધખોળ કરવામાં આવી હતી. સવારે ડેમના દરવાજા બંધ કરવા જણાવ્યું હતું પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ હોય પાણીની આવક વધુ હોય દરવાજા બંધ કર્યા નહોતા. હાલ પણ શોધખોળ ચાલુ છે પરંતુ દાંતીવાડા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવ્યું હોવાથી શોધખોળમાં અડચણ ઉભી થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.