Headlines 21-08-2020 | Rakhewal

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસામાં યુવકની હત્યાને લઇ બારોટ સમાજ લાલઘૂમ, હત્યારા ન પકડાય તો આંદોલન છેડવાની ચિમકી.

સોમવારે બનાસકાંઠામાં ૨૨ બિલ્ડીંગમાં ગુજકેટની પરીક્ષા યોજાશે : તા. ૨૫ થી ૨૮ દરમ્યાન ધોરણ-૧૨ અને ધોરણ-૧૦ ની પૂરક પરીક્ષા યોજાશે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
એ પાલનપુરથી હેન્ડ સેનીટાઇઝરનું વધુ એક કૌભાંડ પકડી પાડ્યું : ફીનીસ્ડ પ્રોડકટ, પેકીંગ મટીરીયલ, કાચા દ્રવ્યો તેમજ ફિલીંગના સાધનો મળી અંદાજે રૂપિયા ૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો.

છાપીમાં મોબાઈલ શોપના શટરના તાળા તોડી લાખોના મુદ્દામાલની ચોરી : તસ્કરો ૧૨ મોબાઈલ અને સાત હજાર રોકડ લઈ ફરાર ; પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.

વડગામથી મેમદપુર રોડ પર પાણીના હવાડામાં આધેડની તરતી લાશ મળી : વડગામ પોલીસ દ્વારા તપાસ શરૂ.

ડીસા કેવીકે ખાતે સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે જુવાર સંશોધન કેન્દ્રની ઓફિસ અને લેબોરેટરીનું ઉદ્દઘાટન કરાયું : જુવાર સંશોધન કેન્દ્ર ખેડૂતો અને પશુપાલકોને બહુ ઉપયોગી નિવડશે.

ઉત્તરપ્રદેશ તેમજ બિહારના સરહદી વિસ્તારોમાં પણ હવે મળશે બનાસ ડેરી અમૂલનું દૂધ : ઉત્તરપ્રદેશના બલિયા ખાતે બનાસડેરીના મિલ્ક પેકિંગ સ્ટેશનનો પ્રારંભ.

દાંતીવાડા ડેમમાં બીજીવાર મગર દેખાતા દેહશતનો માહોલ

મહેસાણા જિલ્લા કોર્ટ બિલ્ડીંગ ઉપર વીજળી પડી : વીજળી પડતા કોર્ટના ધાબા ઉપરની દીવાલ ક્ષતિગ્રસ્ત.

આવતીકાલથી ગુજરાત એસ.ટી.ની 40 વોલ્વો AC સીટર-સ્લીપર બસો દોડશે.

રાજ્યમાં કડાકા-ભડાકા સાથે મેહુલિયો ધોધમાર વરસ્યો, વલસાડના ઉમરગામમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ.

ગુજરાતના વાહન ચાલકો પર બોજ : વાહનોની PUC સર્ટિફિકેટના દરમાં તોતિંગ વધારો, ટુ વ્હીલર, થ્રી વ્હીલર, 4 વ્હીલરની PUC માં 50 થી 140 ટકા સુધીનો વધારો.

બધાની નહીં ગરીબ વિદ્યાર્થીઓની જ ફી ઘટાડીશું, સ્કૂલ સંચાલકોએ શિક્ષણમંત્રીની ફોર્મ્યુલા ફગાવી દીધી.

સુપ્રીમકોર્ટે મુંબઈના 3 જૈન દેરાસરોને પર્યુષણના અંતિમ 2 દિવસ માટે ખોલવાની મંજૂરી આપી.

LAC પર ચીનના 7 એરબેઝ પર ભારતની નજર, ચીને અહીં પાક્કા શેલ્ટર બનાવ્યા, રનવે અને મેનપાવર પણ વધાર્યો.

તેલંગાણાના પાવર પ્લાન્ટમાં આગ : રેસ્કયૂ ટીમને 6 કર્મચારીઓના શબ મળ્યા, 3ની શોધખોળ ચાલુ ; અત્યાર સુધીમાં 10 લોકોને બચાવવામાં આવ્યા.

અનિલ અંબાણી સામે રૂ. 1200 કરોડની લોનના મામલે દેવળિયા પ્રક્રિયા શરુ કરવા મંજુરી આપી.

રશિયાએ કોરોનાની દવા તૈયાર કરવા માટે ભારતની મદદ માંગી, કહ્યું- ભાગીદારીથી વિશ્વભરમાં વેક્સીનની માંગને પૂરી કરી શકાશે.

વિશ્વમાં કોરોનાના 2 કરોડ 28 લાખ કેસ : રશિયા 40 હજારથી વધુ લોકો પર વેક્સિન ટ્રાયલ કરશે.

પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશી ચીનના પ્રવાસે રવાના, સાઉદી પાસેથી મદદ નહીં મળે તો ચીન સમક્ષ ઝોળી ફેલાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.