એમેઝોન પ્રાઇમ ડે 2023’ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી પ્રાઇમ ડે ઇવેન્ટ રહી  

ગેઝેટ્સ
ગેઝેટ્સ

એમેઝોન ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે, પ્રાઇમ ડેનું7મુંએડિશન અત્યાર સુધીની સૌથી મોટી પ્રાઇમ ડે ઇવેન્ટ હતી. 15-16 જુલાઇના રોજ યોજાયેલા પ્રાઇમ ડે 2023 દરમિયાનપ્રાઇમ મેમ્બર્સ ગ્રેટ ડીલ્સ, નવા લોન્ચ અને બ્લોકબસ્ટર મનોરંજન દ્વારા આનંદ શોધી શક્યા હતા. આ વખતની પ્રાઇમ ડે ઇવેન્ટમાં પ્રાઇમ મેમ્બર્સને લગભગ INR 300કરોડની મોટી બચત આપવા માટેહજારો વિક્રેતાઓ, બ્રાન્ડ્સ અને બેંક પાર્ટનરો એકસાથે આવ્યા હતા. પ્રાઇમ મેમ્બર્સે આ પ્રાઇમ ડે દરમિયાન સૌથી સમાન દિવસે ડિલિવરીનો આનંદ માણ્યો હતો. મેટ્રો શહેરોમાં આપવામાં આવેલા પ્રત્યેક3 ઓર્ડરમાંથી 1ની ડિલિવરી પ્રાઇમ ડે પૂરો થયો તે પહેલાં જ કરવામાં આવી હતી અને મોટાભાગના ટિઅર1 અને 2 શહેરોમાંપ્રત્યેક 2માંથી 1ઓર્ડરની ડિલિવરી બે દિવસ કરતાં ઓછા સમયમાં કરવામાં આવી હતી. આ પ્રાઇમ ડે ઇવેન્ટમાં પ્રાઇમ મેમ્બરશિપમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી અને ગયા વર્ષની પ્રાઇમ ડે ઇવેન્ટ કરતાં 14% વધુ મેમ્બર્સની ખરીદી સાથે સૌથી મેમ્બર્સનું વધુ જોડાણ જોવા મળ્યું હતું.

આ શોપિંગ ઇવેન્ટની સફળતા અંગે ટિપ્પણી કરતા, એમેઝોન ઇન્ડિયાના પ્રાઇમ એન્ડ ડિલિવરી એક્સપિરિયન્સના ડાયરેક્ટર અક્ષય સાહીએ કહ્યું હતું કે, “હું અમારા વિક્રેતાઓ, બ્રાન્ડ પાર્ટનર્સ અને પ્રાઇમ મેમ્બર્સનો આભાર માનું છું કે,તેમણે આ વખતના પ્રાઇમ ડેને ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી પ્રાઇમ ડે ઇવેન્ટ બનાવવામાં મદદ કરી. સમગ્ર ભારતમાં મેટ્રો અને ટિઅર2 તેમજ3 શહેરો અને નગરોમાંથી પ્રાઇમ મેમ્બર્સ તરફથી તમામ કેટેગરીમાં બ્રાન્ડ્સ અને વિક્રેતાઓને શ્રેષ્ઠ પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રાઇમ ડે દરમિયાન સૌથી મોટી પ્રોડક્ટ અને બ્રાન્ડ લોન્ચ, વર્ષનીગ્રેટ ડીલ્સની મદદથી,અમે ભૂતકાળની કોઇપણ પ્રાઇમ ડે ઇવેન્ટ્સ કરતાં સૌથી વધુ સંખ્યામાં સમાન દિવસે જ ડિલિવરી પણ કરી છે.”

સેમસંગ ઇન્ડિયાના MX બિઝનેસના સિનિયર ડાયરેક્ટર આદિત્ય બબ્બરે જણાવ્યું હતું કે, “અમે ગેલેક્સી M34 5Gની સફળતાથી આનંદિત છીએ, જે એમેઝોન પ્રાઇમ ડે નિમિત્તે થયેલા નવા લોન્ચિંગમાં નંબર 1 વેચનાર સ્માર્ટફોન તરીકે ઉભરી આવ્યો છે. ગેલેક્સી M34 5Gએક એમેઝોન સ્પેશિયલ્સ ફોન છે જેમાં ગેલેક્સી M સિરીઝનો સફળ વારસો જાળવી રાખવામાં આવ્યો છે. તેનાથી અમારી બ્રાન્ડ પરનો ગ્રાહકોનોભરોસો દેખાઇ આવે છે અને કેવી રીતે ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇનોવેશન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા ગ્રાહકોમાં પડઘો પાડે છે તે પણ દેખાઇ આવે છે”.

પ્રાઇમ મેમ્બર્સે વનપ્લસ, iQOO, રીઅલમીનાર્ઝોની સાથે જ, સેમસંગ, મોટોરોલા, બોટ, સોની, એલેન સોલી, લાઇફસ્ટાઇલ, ટાઇટન, ફોસિલ, પૂમા, ટાટા, ડાબરજેવી 400+ થી વધુ ટોચની ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલી45,000+ નવી પ્રોડક્ટ્સ; અને નાના તેમજ મધ્યમ ભારતીય વ્યવસાયોમાંથી લોન્ચ કરવામાં આવેલી2000+ નવી પ્રોડક્ટમાંથી ખરીદી કરી હતી.ભારતના 98% પિન કોડ્સમાંથી પ્રાઇમ મેમ્બર્સે ફ્રન્ટ લોડ વોશિંગ મશીન, હેડફોન, વસ્ત્રો, શૂઝ, લક્ઝરી બ્યૂટી પ્રોડક્ટ્સ, સ્માર્ટ ફોન, બેબી પ્રોડક્ટ્સ અને અગ્રણી બ્રાન્ડ્સમાંથી બીજી ઘણી વસ્તુઓની ખરીદી કરી હતી. ઇવેન્ટ દરમિયાન રમકડાંનું અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ વેચાણ નોંધાયું છે અને સરેરાશ 1.8 રમકડા/સેકન્ડનું વેચાણ થયું હતું, એમેઝોન ફ્રેશ પર પ્રાઇમ ડે દરમિયાન હોમ એપ્લાયન્સિસ અને મિક્સર ગ્રાઇન્ડર, વોટર પ્યુરીફાયર અને વોટર હીટર જેવી રસોડાને લગતી પ્રોડક્ટ્સનું સૌથી વધુ વેચાણ થયું હતું અને 600થી વધારે બ્રાન્ડના વેચાણમાં 2Xનો વધારો થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.