સરહદી વાવ તાલુકાના વાવડી પ્રાથમિક શાળામાં CRCકક્ષાનો કલા મહોત્સવ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના વાવડી પ્રાથમિક શાળામાં મોરીખા ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો. ‘બાળકોની કલા પ્રત્યે રસ-ઋચી વધે અને તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય તથા કલાને બળ મળે’ તેવા ઉદેશ્ય થી રાજ્ય સરકાર દ્વારા કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આજે યોજાયેલ કલા મહોત્સવમાં મોરીખા ક્લસ્ટરની 8 શાળાઓના શાળા કક્ષાએ પ્રથમ આવેલ 55 સ્પર્ધકોએ ગાયન, વાદન, ચિત્ર, વાર્તા અને કાવ્ય સર્જન સ્પર્ધામાં ભાગ લીધો હતો. યજમાન શાળાએ કલા સંબંધી કા.પા કાર્ય, બુલેટિન બોર્ડ, પુસ્તકો, વક્તવ્ય, કળા સંલગ્ન પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું. કળા મહોત્સવની પ્રવૃતિઓ નિર્ણાયકો અને માર્ગદર્શકોના દેખરેખ હેઠળ અલગ-અલગ ખંડમાં યોજાઈ હતી. તથા બાળ કલાકારોને જોઈતી સામગ્રી ઉપલબ્ધ કરાઈ હતી. સૌ બાળકોએ હોશભેર ભાગ લઇ પોતપોતાની કલા પ્રદર્શિત કરી હતી.

વાદનમાં સ્થાનિક ઢોલી, ચિત્રમાં ફોટોગ્રાફર નરેશભાઈ રાજપુત, વાદનમાં તબલચી રતનભાઇ, ગીત સંગીતમાં રાયમલ નાઈ જેવા સ્થાનિક કલાકારો અને કલા તજજ્ઞોને આમંત્રિત કરી બાળકોને કલા અને કલાકારોથી રૂબરૂ કરાવવામાં આવ્યા હતા. કલા મહોત્સવમાં ઉપસ્થિત રહેલા સૌને સમક ના અધ્યક્ષ વિક્રમભાઈ પટેલે ભાવતું ભોજન આપ્યું હતું. દિવસ દરમિયાનના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન CRC બળદેવભાઈ ગામોટે કર્યું હતું. બપોર બાદની સમાપન સભામાં નિર્ણાયકોના તટસ્થ નિર્ણયો દ્વારા વિજેતા ક્રમાંક ઘોષિત કરાયા અને વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા આમ કલા જાગૃતિનો હેતુ બર આવે એવી રીતનું પદ્ધતિસરનું બાળકેન્દ્રી આયોજન થયું હતું. યજમાન શાળા વતી ઈશ્વર ચૌહાણે પુનઃ આવી જ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન સાથે મળવાની વાત મૂકી આમંત્રિત સૌનો આભાર પ્રગટ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.