મહેસાણા જિલ્લાના ધોળાસણ પાટિયા પાસે નીલકંઠ હોટલમાં ચાલતું જુગારધામ ઝડપાયું

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં હાલમાં ઠેર-ઠેર જુગાર ધામના અડ્ડાઓ પર પોલીસ દરોડા પાડી જુગારીઓને ઝડપી રહી છે.ત્યારે આજે મહેસાણા એલસીબી ટીમે વધુ એક જુગાર ધામ પર દરોડા પાડી છ જેટલા જુગારીઓને ઝડપી લીધા છે.મહેસાણા તાલુકાના ધોળાસણ પાટિયા પાસે આવેલ નીલકંઠ હોટેલના રૂમમાં ચાલતા જુગાર ધામ બાબતે એલસીબી ને બાતમી મળતા દરોડા પાડયા હતાં જેમાં પોલીસે રેડ દરમિયાન છ જુગારીને ઝડપયા છે.ત્યારે કેટલાક જુગારી ભાગી જવામાં સફળ રહ્યા હતા. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના હે.કોને બાતમી મળી હતી કે મહેસાણા તાલુકાના ધોળાસણ ગામના પાટિયા પાસે આવેલ નીલકંઠ હોટેલના રૂમ નમ્બર 310માં યુસુફભાઈ રહીમભાઈ લુંહાણી અને શાહરૂખ ઉર્ફ ભુરો હોટેલનો રૂમ ભાડે રાખી જુગાર રમવા માણસો બોલાવે છે.અને હાલ જુગાર ચાલુ છે.બાતમી આધારે પોલીસે દરોડા પડતા જુગારીઓના ભાગદોડ મચી જવા પામી હતી.તેમજ રૂમમાં બનાવેલ સીડી માંથી કેટલાક જુગારી ભાગી ગયા હતા.બાદમાં પોલીસે પીછો કરતા અંધારામાં જુગારીઓ મળી આવ્યા નહોતા તમેજ રૂમમાંથી કુલ 6 જુગારી ઝડપાઇ ગયા હતા.​​​​​​​મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નીલકંઠ હોટેલમાં દરોડા પાડી તપાસ કરતા.જુગારીઓ પૈસા જમા કરાવી પ્લાસ્ટિકના કોઈન મારફતે જુગાર રમતા હતા.તેમજ પોલીસે દરોડા પાડીને જુગાર ધામ ઝડપી લીધું હતું.તેમજ રેડ દરમિયાન 31,300 રોકડા,6 મોબાઈલ કિમત 55,000, પ્લાસ્ટિકના કોઇન 5,55,500, તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ 81,30પ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.