મહેસાણાના માર્કેટયાર્ડમાં એરંડાની આવક વધી

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં માર્કેટ યાર્ડમાં એરંડા અને રાયડાની ધૂમ આવક જોવા મળી રહી છે. મહેસાણાના વિસ્તારોમાં એરંડા, રાયડા , કપાસ પાકનું વધારે વાવેતર થયું હતું. આજરોજ મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ 1050 થી 1287 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. મહેસાણા માર્કેટ યાર્ડમાં 1350 બોરીની આવક નોંધાઇ છે. આજ રોજ મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં રાયડાની 156 બોરી આવક નોંધાઇ હતી, જેના ભાવ 1000 થી 1071 નોંધાયા હતા. રાયડાની આવકના વધારા સાથે ભાવમાં ઘટાડો નોંધાયો છે.મહેસાણા માર્કેટ યાર્ડમાં હાલ એરંડાના ભાવ 1050 થી 1287 રૂપિયા પ્રતિ મણ થયા છે. મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો અનાજ,એરંડા, રાયડા અને અજમો સહિતના પાકો વેચાણ અર્થે લઇને ઉમટી પડ્યા છે .આજરોજ મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં રાયડાની 156 બોરીની આવક નોંધાઇ હતી, જેના ભાવ 1000 થી 1071 નોંધાયા હતા.રાયડાની આવકના વધારા સાથે ભાવમાં ઘટાડો નોંધાયો છે.માર્કેટ યાર્ડમાં ખેડૂતો અજમો,સવા ,રાયડા જેવા પાકોનું વેચાણ કરવા માટે પણ આવ્યા હતા. એરંડાની 1350 બોરીની આવક જોવા મળી જેનો ભાવ 1050 થી 1287 રૂપિયા નોંધાયો હતો. તેમજ અજમાની 2 બોરીની આવક નોંધાઇ હતી. જેના ભાવ 2,500થી 3,400 રૂપિયા પ્રતિ મણ સુધીના બોલાયા હતા. જેમાં હાલ 200 નો ઘટાડો જોવા મળ્યો હતો. સવાનો ભાવ 2,400થી 4,080 રૂપિયા નોંધાયો હતો,સવાનાં ભાવમાં 800નો વધારો નોંધાયો હતો,માર્કેટ યાર્ડમાં ખેડૂતો અજમો,સવા,રાયડા જેવા પાકોનું વેચાણ કરવા માટે પણ આવ્યા હતા.રાયડાની 156 બોરીની આવક જોવા મળી હતી. જ્યારે રજકાનો નીચો ભાવ 1600 રૂપિયા પ્રતિ મણ અને ઊંચો ભાવ 4200 પ્રતિ મણ બોલાયો હતો જેની આજ રોજ મહેસાણા માર્કેટ યાર્ડમાં 12 બોરીની આવક નોંધાઇ હતી.આજે માર્કેટ યાર્ડમાં જીરૂંની પણ આવક જોવા મળી હતી જેનો ભાવ 11 હજાર રહેવા પામ્યો હતો ઘઉંની આજરોજ 94 બોરીની આવક જોવા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.