મહેસાણાના મોઢેરા ચોકડી પાસે ઈકો ચાલકે બે મહિલાઓને અડફેટે લીધી

મહેસાણા
મહેસાણા

મહેસાણાના મોઢેરા ચોકડી ખાતે બે મહિલાઓ ઉભી હતી એ દરમિયાન ઈકો ચાલકે બેફામ રીતે ચલાવી રોડની સાઈડમાં ઉભેલી બે મહિલાઓને હડફેટે લીધી હતી. જેથી બન્ને મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે મહિલાઓને સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેથી હાલમાં મહિલાઓની સારવાર ચાલુ છે.ચાણસ્મા તાલુકાના છમીછા ગામે રહેતા ભગવતી બેન પટેલ પોતાના સંબંધીઓ સાથે ઇકો ગાડીમાં બેસીને મિનાવડા દશામાના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં દર્શન કરી તમામ લોકો મહેસાણા પરત આવ્યા હતા. જ્યાં ગાડીમાં સવાર કેટલાક લોકો મોઢેરા ચોકડી પર આવેલ રામ ઝૂંપડીમાં જમવા અને નાસ્તો કરવા માટે ગયા હતા. આ દરમિયાન ફરિયાદી મહિલા ભગવતી બેન પટેલ અને કમુબેન પટેલ મોઢેરા ચોકડી રામ ઝુંપડી નજીક ઉભા હતા આ દરમિયાન એક બેફામ ઇકો ગાડીના ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. મહિલાઓ રોડ પર પટકાઈ હતી. જેથી તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પગલે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.મહિલાઓને માથે માઇનોર હેમરેજ થતા આઈ.સી.યુ માં ખસેડવામાં આવી હતી. તેમજ હાલમાં બંનેની સારવાર ચાલુ છે. ત્યારે સમગ્ર કેસમાં ઇજા પામેલ પટેલ ભગવતી બેને મહેસાણા બી ડિવિઝન પોલીસમાં અજાણ્યા ઇકો ગાડીના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.