દાંતામાં સવા, ભાભરમાં એક ઇંચ વરસાદ પડતા માર્ગો પર પાણી ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં ગતરોજ દિવસ દરમિયાન જુદા-જુદા સ્થળે હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યાં દાંતામાં સવાઇંચ, ભાભરમાં એક ઇંચ જ્યારે દિયોદરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ગતરોજ જુદા-જુદા સ્થળે વરસાદ પડ્યો હતો. આ અંગે ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, દાંતામાં 35 મી.મી., ભાભરમાં 23 મી.મી., અમીરગઢમાં 13 મી.મી., દિયોદરમાં 17 મી.મી. , વડગામ 4 અને કાંકરેજમાં 1 મી.મી. વરસાદ થયો હતો. પાલનપુરના ગ્રામિણ વિસ્તારોમાં વાસણ, કુંપર, આંબલીયાળ, જડીયાલ સહિતના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિયોદર પંથકમાં લાંબા ગાળાના ગરમીના ઉકલાટ બાદ અંદાજે એક થી દોઢ કલાક વરસેલા વરસાદથી હાઇવે વિસ્તારમાં પ્રગતિનગર સોસાયટી માધવ પાર્ક ગોકુલ નગર રેલવે સ્ટેશન રોડ જુના બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન રોડ વગેરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.