થરાદનાં રાહમાં DLRની બેદરકારી, ગૌચરમાં શોપિંગ કોમ્પ્લેક્ષ બની ગયું

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના રાહમાં ગૌચરમાં બની ગયેલા શોપિંગ જમીન માપણી દરમિયાન ગૌચરમાં બન્યું હોવાનો જમીન દફતર કચેરી દ્વારા જાહેર કરાયેલા નકશામાં ખુલાસો થયો છે. અગાઉ કલેકટરે જમીન માપણી બાદ લેન્ડ ગ્રીબિંગ અંતર્ગત કરવા કાર્યવાહી કરવા હુકમ કરી ગામલોકોની અરજી પડતર કરી હતી. થરાદ તાલુકાના રાહ ગામમાં ગૌચરની જમીન સેટેલાઇટ સર્વે દરમિયાન લાગુ સરવે નંબરમાં ભળી જતા ખેડૂતે રોડ ટચ વધેલી જગ્યાનો લાભ લઈ તોતિંગ શોપિંગ કોમ્પલેક્ષ બનાવી દીધું હતું. ગામ લોકો દ્વારા પાછલા 2 વર્ષથી રીસર્વેની ક્ષતિ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી ના હાલ્યું અને બાંધકામ આચરાઈ ગયું. ગામલોકો દ્વારા લેન્ડ ગ્રેબિંગમાં અરજી કરવા છતાં જમીન માપણીના મુદ્દે અરજી પડતર રખાઈ માપણી થઈને આવ્યા બાદ શોપિંગ ગૌચરમાં બન્યું હોવાનું જમીન દફતર કચેરી દ્વારા નવા બનાવાયેલા નકશામાં ખુલાસો થયો છે. જે નકશો બતાવવા ગામ લોકો ગુરુવારે કલેકટરને મળ્યા હતા.ગામ લોકોએ જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે અગાઉ લેન્ડ ગ્રેબિંગની અરજી જમીન માપણીના મુદ્દે પડતર કરી હતી. તે દબાણવાળી ગૌચરની જગ્યાની માપણી કરવામાં આવી છે અને તે વિગતો સાથેની માપણી શીટ રજુ કરવામાં આવી હતી.જેમાં લાગુ સર્વેનં.ના ખાતેદારે અનઅધિકૃત કબજો કરી શોપીંગ બનાવી 60 દુકાનો બનાવાઈ છે. અરજદાર એ જિલ્લા કલેકટરને જણાવ્યું કે ગામ લોકોની વિનંતી છે કે ગૌચરની જમીનમાં વર્ષોથી 18 જ્ઞાતિઓનું વર્ષોથી સ્મશાન આવેલું છે. હાલના દબાણદાર ભરતભાઈ નરસિંહભાઈ ચૌધરી વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરી તાત્કાલીક દબાણ દૂર કરવામાં આવે છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.