પાટણમાં દશામાં ના વ્રત પૂર્ણ કર્યા બાદ જાહેરમાં મૂર્તિઓ મૂકી દેવાઈ : પાલિકાએ કચરાની ગાડીમાં મૂર્તિઓ ભરી નદીમાં વિસર્જન કર્યું

પાટણ
પાટણ

પાટણ શહેરમાં દશા માતાનુ વ્રત વ્રતધારી બહેનો દ્વારા ખુબજ ભક્તિ સભર માહોલમાં કરવામાં આવતું હોય છે. ત્યારે વ્રતની પૂર્ણાહૂતી સમયે વ્રતધારી બહેનો દ્વારા શ્રદ્ધા ભક્તિ સાથે દસ દિવસ સુધી પૂજા અર્ચના કરાયેલ શ્રી દશા માતાજીની પ્રતિમાઓને જ્યાં ત્યાં વિસર્જિત કરતા હોવાનાં કારણે દશામાતાની મૂર્તિઓ રસ્તે રઝળતી જોવા મળતી હોય છે. જેનાં કારણે હિન્દુ ધર્મની લાગણી દુભાતી હોય છે. પાટણ શહેરમાં દશામાતાના વ્રત સમાપન થતાની સાથે શ્રી દશા માતાજીની પ્રતિમાઓને વ્રતધારી બહેનો દ્વારા શહેરના પદમનાથ ચોકડી પાસે આવેલ કેનાલમાં છુટ્ટી મૂર્તિઓ,નારિયેળ ,ચુંદડી પધરાવી દેવામાં આવી હતી. જેને લઈને અહિયાથી પસાર થતા હિન્દુ ધર્મ પ્રેમીઓની આસ્થાને ઠેંસ પહોચી હતી. તો આ બાબતે પાલિકા દ્વારા રસ્તે રઝળતી શ્રી દશા માતાની પ્રતિમાઓને તેમજ કેનાલમાંથી દશા માતાની મૂર્તિઓ કઢાવીને એક કચરાના ટ્રેકટરમાં ભરીને નદીમાં પધરાવી કેનાલ અજુબાજીની સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે નગર પાલિકા પ્રમુખ જણાવ્યું હતું કે વ્રતધારી મહિલા દવરા વ્રત પત્યા પછી આ રીતે કેનાલ માં પધરાવી ને જતી રહે છે.આ બાબતે જણાવ્યું હતું કે મહિલાઓ દ્વારા દશામાં ની દસ દિવસ પૂજન અર્ચન કરી આમ જે તે જગ્યાએ વિસર્જન કરવાના કારણે લોકોની લાગણી દુભાય છે તો વ્રત ધરી મહિલાઓ કયાતો માટી ની મ્રુતી લાવી પૂજા કરવી જોઇએ જેથી કરી ને ઘરમાજ વિસર્જન થઈ શકે અને આ રીતે જ્યાં ત્યાં વિસર્જન કરવું ના પડે તો નગર પાલિકા દવરા પણ કચરા ના ટ્રેકટર ની જગ્યાએ સારા ટ્રેકટર નો ઉપયોગ કરી આવી માતાજી ની મૃતિઓ ને લઈ જવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.