સાબરકાંઠાના ચાર તાલુકાને સાવચેત રહેવા જાણ કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે પણ ઘટાડો થયો છે. ત્યારે ધરોઈ જળાશયમાં પાણીની આવક ચાલી રહી છે પણ ઘટાડો છે. તો 80 ટકાથી વધુ ભરાયો છે. જેને લઈને સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકાના મામલતદારોને સતર્ક રહેવા સૂચન કરવામાં આવ્યું છે.ચોમાસાના હાલમાં ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે ત્યારે ઉત્તર ગુજરાત સિવાય ગુજરાતભરમાં સારો વરસાદ વરસ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ઉપરવાસમાં સારો વરસાદ વરસવાને લઈને જળાશયોમાં પાણીની આવક થઇ છે. ત્યારે હવે ચોથા રાઉન્ડની આગાહી કરાઈ છે. જે રાઉન્ડ બે દિવસ બાદ શરુ થઇ શકે છે.ધરોઈ જળાશયમાં બનાસકાંઠા, મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થવા પામી છે. હાલ ધરોઈ જળાશય 80 ટકા એલર્ટ સ્ટેજ પર છે અને હાલમાં 3000 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. હાલમાં 81 ટકા પાણી ભરાયું છે. ત્યારે અગામી સમયમાં પાણીની આવકને આધિન સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવના છે. જેને લઈને સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદી કિનારાના વડાલી, હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ તાલુકાના અસરગ્રસ્ત ગામોને સાવચેત કરવા જરૂર જણાયે સ્થળાંતરની કામગીરી હાથ ધરવા તેમજ સંબધિત તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીઓને ગામે હાજર રહેવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાએથી સુચના આપવા માટે તાલુકા મામલતદાર અને લાયઝન અધિકારીને સાબરકાંઠા કલેક્ટરના ડિજાસ્ટર કંટ્રોલના મામલતદાર દ્વારા ચાર તાલુકાના મામલતદારને જાણ કરવામાં આવી છે. ત્રીજા રાઉન્ડમાં વરસાદે વિરામ લીધો છે અને ચોથા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ જિલ્લાના જળાશયોમાં હાલમાં પણ પાણીની આવક ચાલી રહી છે. જોકે ઘટાડો જોવા મળ્યો છે. તો 43.760 ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં 250 ક્યુસેક પાણીની આવક,56.280 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 50 ક્યુસેક આવક અને 50 ક્યુસેક જાવક, તલોદના મેશ્વો નદી પરના જવાનપુરા બેરેજમાં 148 આવક અને 148 ક્યુસેક પાણીની જાવક.ગોરઠીયા બેરેજમાં 300 ક્યુસેક પાણીની આવક અને 300 કયુસેક પાણીની જાવક ચાલી રહી છે. 81.170 ટકા ભરાયેલા ધરોઈ જળાશયમાં 2309 ક્યુસેક પાણીની આવક આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.