ડીસામાં મણીપુરની ઘટનાને લઈ આદિવાસી સમાજે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

તાજેતરમાં મણીપુર રાજ્યમાં આદિવાસી સમાજની સ્ત્રીઓને નગ્ન કરી બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ત્યારે આદિવાસીઓ ઉપર થતાં આવા જધન્ય કૃત્યો રોકવા અને આરોપીઓ સામે તાત્કાલિક કાયદાકીય પગલાં લેવા તેમજ મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા ડીસામાં આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મણીપુરની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. આદિવાસી સમાજની બે મહિલાઓને નગ્ન કરી બળાત્કાર ગુજારી તેઓની હત્યા કરાતા સમગ્ર આદિવાસી સમાજમાં રોજ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ડીસામાં પણ આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ પર વર્ષોથી અમાનુસી અત્યાચારો થઈ રહ્યા છે. અગાઉ મોગલો કે અંગ્રેજોના શાસનમાં પણ આવા જઘન્ય કૃત્યો થતાં ન હતા તેવું કૃત્ય અત્યારે થયું છે. અત્યારે ભારત દેશની વિદેશોમાં સારી છાપ બની રહી છે ત્યારે આવા અમાનુસી બનાવોથી દેશની આબરૂને પણ કલંક લાગી રહ્યો છે તેવા જધન્ય કૃત્યો મણીપુરમાં થયા છે. ત્યારે સરકાર તાત્કાલિક દોષીતોને પકડી સજા કરે તેવી માગ કરી હતી. આ અંગે આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠનના પ્રમુખ રમેશ માજીરાણાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કડક કાયદા બનાવી આવા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેમજ મણીપુરમાં કાયદો વ્યવસ્થા સાવ કથળી થઈ ગયું હોવાથી રાષ્ટ્રપતિ શાસન તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી આદિવાસી સમાજના આગેવાનોએ માંગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.