ડીસાના બલોધર -તાલેગંજ રોડ ડમ્પરની અવર-જવર થી તૂટી ગયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના બલોધર રોડ ઉપર દિવસ અને મોડી રાત્રે ઓવરલોડ રેતી ભરીને 200 થી વધુ ડમ્પરો દોડતાં બિસ્માર બની ગયો છે. રોડનું સમારકામ કરવામાં નહી આવે તો નાના વાહન ચાલકો ખાડામાં પટકાઇને અકસ્માતનો ભોગ બની શકે તેમ છે.કાંકરેજના અરણીવાડાની બનાસ નદીમાં આવેલ ક્વોરીમાં થી 200 થી વધુ ડમ્પરો ઓવરલોડ રેતી ભરીને દિવસ અને મોડી રાત્રે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાના રસ્તાઓ પરથી પસાર થાય છે. જેમાં ડીસા તાલુકાના બલોધર તેમજ તાલેગંજ થઈ કાપરા હાઇવે નીકળતા સિંગલ રોડ ઉપર ઓવરલોડ ડમ્પર ના કારણે ખાડા પડી ગયા છે. ડીસાના બલોધર, તાલેગંજ થઈ કાપરા સુધીના સિંગલ પટ્ટી રોડ ઉપર ડમ્પરો પૂર ઝડપે દોડે છે તેમજ આ રોડ ઉપર સ્કૂલો આવેલી હોવાથી નાના બાળકો પણ અવર જવર કરતા હોય છે. જેથી અકસ્માતની પણ સંભાવના છે. ઓવરલોડ રેતી ભરીને દોડતા ડમ્પર ના કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. જેથી નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને તે પહેલા તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.