દાંતામાં એક્રોસિટીનો ભોગ બનનાર પરિવારે 5 વર્ષ સુધી મુશ્કેલીઓ ભોગવી

બનાસકાંઠા
બનાસકાંઠા

 

દેશ દુનિયામાંથી અનેકો એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અમુક ચાલબાજ અને શાતીર દિમાગના લોકો પોતાના ગલત મનસુબાઓને અંજામ આપવાને લઈ સરકારથી અનેક ફર્જી દસ્તાવેજ તૈયાર કરાવી અને સરકારની અનેકો સુવિધાઓનો દુરુપયોગ કરતા હોય છે. થોડા દિવસ અગાઉ દેશમાં કિરણ નામનો વ્યક્તિ જે PMOનો હવાલો આપી અને ઘણી જગ્યાએ સિક્યુરિટી સાથે ભ્રમણ કરતો હતો અને સરકારી સુવિધાઓનો ખોટો દુરુપયોગ કર્યો હતો. મહાઠગ તરીકે કિરણની કહાનીથી સમગ્ર દેશ જાણીતું છે. ત્યારે હાલમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા મથકથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

દાંતા તાલુકા મથક પર એક વ્યક્તિ દ્વારા આદિવાસીનું ખોટું પ્રમાણપત્ર અને દસ્તાવેજો રજૂ કરી ખોટું પ્રમાણપત્ર મેળવી એક્રોસિટીની ફરિયાદની ઘટના સામે આવી છે. 2018માં દાંતાના રહેવાસી ઠાકોર પરિવાર પર એક વ્યક્તિ દ્વારા એક્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી. આ વ્યક્તિ બ્રાહ્મણ હોવા છતાં આદિવાસી હોવાનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું. તેનું દુરુપયોગ કર્યો હતો. એક્રોસિટીની ફરિયાદને લઈને ઠાકોર પરિવાર પાંચ વર્ષ સુધી મુશ્કેલીઓ ભોગવી છે. એવા ચાલબાજ અને વ્યક્તિ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરી બ્રાહ્મણ હોવા છતાં આદિવાસીનું પ્રમાણપત્ર બનાવ્યું હતું. સરકાર તરફથી મળતી તમામ સુવિધાઓનો લાભ ઉઠાવી સરકાર જોડેથી અનેકો લાભો લઈને સરકાર સાથે છેતરપિંડી કરી છે.ભીલ કિરણકુમાર રાજેન્દ્રભાઈ આધારકાર્ડ મુજબ સરનામું રામનગર ભવાનગઢ દાંતા જિલ્લા બનાસકાંઠાનું તકેદારી અધિકારી આદિજાતિ વિકાસ પાલનપુર જિલ્લા બનાસકાંઠા દ્વારા આપવામાં આવેલુ પ્રમાણપત્રને ગુજરાત અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ બાબત અધિનિયમ 2018થી મળેલ સત્તાઓ અનુસાર રદ કરવા આથી હુકુમ કરવામાં આવ્યો છે. મારા ઘર પરિવાર ઉપર એક ખોટી રીતે ભીલ જાતિનું પ્રમાણપત્ર મેળવી પોતે જોશી જ્ઞાતિના હોવા છતાં આદિવાસીનું ખોટું પ્રમાણપત્ર મેળવી અને અમારા પરિવાર ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરેલી હતી. 2018માં એ ફરિયાદ કરી ત્યારે મેં પોલીસને લેખિતમાં આપ્યું હતું કે આ ફરિયાદી છે એ પોતે ભીલ જાતિના નથી બ્રાહ્મણ જ્ઞાતિના છે. બ્રાહ્મણ જાતિનો વ્યક્તિ હોવા છતાં એને ખોટી રીતે ભીલ જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું છે. આની ન્યાયિક તપાસ કરવો તો સત્ય બાહર આવશે. પોલીસે ત્યાંથી તકેદારી આયોગને જાણ કરી ત્યારબાદ તકેદારી આયોગે બિરસા મુંડા ભવન કમિશ્નરે એસ.ટી., એ.સી સેલને જાણ કરી અને એસ.ટી, એ.સી.સેલના કમિશ્નર તપાસના આદેશ આપ્યા અને બે બે વખત વિજિલન્સ સેલે તપાસ કરી અને છેલ્લે બે દિવસ પહેલા એનું પ્રમાણપત્ર હતું એ રદ કર્યું છે.આ આ રીતે એને ખોટી રીતે ભીલ જાતિનું પ્રમાણપત્ર મેળવી અને સરકાર જોડેથી એક્રોસિટી ફરિયાદ દાખલ કરી એને 50,000ની સહાય મેળવી છે. તેનાબાપાએ 50,000ની સહાય મેળવી છે. એના ભાઈએ ₹25,000ની સહાય મેળવી છે અને સરકાર જોડેથી એમને એક રાહતનો મફત પ્લોટ પણ મેળવેલો છે. જેના ઉપર મકાન પર સરકાર તરફથી ખોટી રીતે એને આ રીતે સરકાર ને અંધારામાં રાખી ખોટું પ્રમાણપત્ર મેળવી અને ખોટા લાભો લીધેલા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.