બનાસકાંઠા જિલ્લામાં આવેલુ પાણીયારી આશ્રમ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં પાલનપુર-અંબાજી હાઇવે પર આવેલા મુમનવાસ થી માત્ર 5 કિલોમીટરના અંતરે પહાડની વચ્ચે પાણીયારી આશ્રમ આવેલું છે. આ સ્થળ પૌરાણિક સ્થળ માનવામાં આવે છે. 1993માં પાણીયારીમાં ગુરુકુળ ધામની સ્થાપના કરવામાં આવી હતી.ચોમાસા દરમિયાન આસપાસના વિસ્તારમાં લીલોતરી છવાઈ જાય છે. ચોમાસાની ઋતુમાં ઝરણા અને નયન રમ્ય નજારો જોવો છે. પર્યટકો દૂર-દૂરથી અહીં આવે છે.મુમનવાસ થી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું પહાડની વચ્ચોવચ પાણીયારી આશ્રમ ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસાની સીઝનમાં સૂકા પડેલા ઝરણા વહેતા થઈ જાય છે.પાણીયારી વિસ્તારમાં એક વિશાળ તળાવ પણ આવેલું છે. ચોમાસાની સીઝન બાદ 4થી 5 મહિના સુધી અહીં આવેલા ઝરણા ચાલું રહે છે. ઝરણા અને નયનરમ્ય વિસ્તારના કારણે અહીં સતત પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે.આગામી સમયમાં વધુ સંખ્યામાં પર્યટકો આવે તેવી પણ આશા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.