પાટણ યુનિ.માં બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમો યોજાયો

પાટણ
પાટણ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી,એન.એસ.એસ વિભાગ અને સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત, પાટણ ના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઇ હતી. તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કારગીલની પહાડીઓ પર થયેલા યુદ્ધમાં ભારતના જ્વલંત વિજય બાદ આ દિવસે ભારતના વીર જવાનોને યાદ કરી આ કાર્યક્રમ રખાય છે. આજરોજ યુનીવર્સીટીના રંગભવન હોલ ખાતે આ કાર્યક્રમમાં કારગીલ યુધ્ધના વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત કુલ સચિવ ડો. કે કે પટેલે જણાવ્યું કે “કોઈ પણ દેશની ડિફેન્સ સિસ્ટમએ એ દેશનો પાયો છે. તેમજ ટારગેટેડવખતે જે અડચણો ડિફેન્સ માટે ડ્રોન તથા મેકિંગ ઇન્ડિયા અંતર્ગત અત્યાધુનિક શસ્ત્ર સરંજામ પણ બનાવવામાં આવી રહ્યો છે. જે બનાવવા માટેનો સીમાચિન્હરૂપ દાખલો કારગીલ યુદ્ધ સમયે જોવા મળ્યો હતો આ યુધ્ધના પડકાર આવી હતી તે મુજબની ડીફેન્સ સિસ્ટમમાં જરૂરી સાધનસામગ્રીથી સજ્જ થવા દેશના પ્રધાનમંત્રીની આગેવાનીમાં દેશ આજે કામ કરી રહ્યો છે. સીમા જાગરણ મંચના સંગઠન મંત્રી નીમસિંહજી રાઠોડે આઝાદીના સૂર્યોદયમાં જે વિભાજન રૂપી અંધાકાર રહેલ હતો તે દુર કરવા જન જાગરણ કરવાનું જરૂરી હતું. તેમણે 1948, 1962, 1965, 1972 અને છેલ્લે લડાયેલા કારગીલ યુધ્ધના કેટલાક ઉદાહરણો રજુ કરી યુદ્ધ વખતે દેશનો યુવા અને દેશનો સામાન્ય નાગરિક પણ જો સતર્ક રહે તો આપણી સીમા પર પ્રહારીઓની હિંમત અનેક ઘણી વધી જાય છે.વધુમાં જણાવ્યું કે જો સમાજ જાગ્રત થાય તો સરકારને પણ દેશને લગતા મહત્વના નિર્ણયો લેવામાં સરળતા મળી હતી.પરમવીર ચક્રથી સન્માનિત એવા કેપ્ટન વિક્રમ બત્રા અને ભારતના જવાનોને યાદ કર્યા.લેન્ફ્ટેડ પ્રવીણ કુમાર 15 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પ્રવીણકુમાર દ્વારા દર્શાવામાં આવેલી વીરતા વિશે પણ જણાવ્યું, જેમાં તેમણે કહ્યું કે “સીમાઓ સુરક્ષિત છે તો રાષ્ટ્ર સુરક્ષિત છે અને રાષ્ટ્ર સુરક્ષિત છે તો જ દેશ સુરક્ષિત છે. દેશનો સૌથી મોટો જૂથ એ યુવાનો છે જેને બગાડવા માટે પાકિસ્તાન નવી નવી કૂટનીતિઓ અપનાવી રહી છે. જેમાં ડ્રગ્સ કાર્ટેલ નો સહારો લઇ રહ્યા છે. ત્યારે યુવાનોએ ડ્રગ્સના રવાડે ના ચડી દેશની સેવા માટે સમાજના સારા કાર્યોમાં સહભાગી બનવાની વાત જણાવી હતી.આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ, કુલ સચિવ ડો સીમા જાગરણ મંચ સંગઠનમંત્રી રાઠોડ નીમ સિંહ,મહામંત્રી જીવનભાઈ આહીર તથા એન.એસ.એસ કો ઓર્ડીનેટર ડો જય ત્રિવેદી તથા પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ,એન એસ એસ વોલન્ટીયર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિભાગ સંઘચાલક સહીત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.