બનાસકાંઠા જિલ્લામા પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લાફેર બદલી કેમ્પ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ફેર બદલી કેમ્પ કાણોદર ખાતે યોજાયો હતો. શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ અન્ય જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો ની બનાસકાંઠા જિલ્લામાં બદલી માટે આજ રોજ કેમ્પ યોજવામાં આવ્યો હતો.ઉચ્ચ પ્રાથમિક વિભાગના ભાષામાં 142 જગ્યાઓ સામે 164 ઉમેદવારો,ગણિત વિજ્ઞાનની 127 જગ્યાઓ સામે 93 ઉમેદવારો અને સામાજિક વિજ્ઞાનની 77 જગ્યાઓ સામે 132 ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા.

કાણોદર પ્રાથમિક શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વીનુભાઈ પટેલ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતદાન ગઠવી ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે તેમજ અન્ય માન્ય મંડળના પ્રતિનિધિઓની હાજરીમાં બદલી કેમ્પ પારદર્શક રીતે અને શાંતિથી પૂર્ણ થયેલ હતો.બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બોલ પેન આપી અન્ય જિલ્લા માંથી બનાસકાંઠા જિલ્લા મા આવનાર શિક્ષકો ને આવકારવામાં આવ્યા. આ કેમ્પની વ્યવસ્થા અને આયોજન બાબતે તમામ શિક્ષકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.