દીઓદર માર્કેટની ચુંટણીની આજે મતદાર યાદી જાહેર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદર માર્કેટ સમિતિની ચુંટણી તા.૧૪/૧૦/ર૦ર૦ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત પ્રથમ મતદારયાદી જાહેર થયેલ છે. જેની સામે વાંધો રજુ કરવાની તારીખ પૂર્ણ થતાં સૌએ લેખીતમાં વાંધાઓ રજુ કર્યા આજરોજ વાંધા રજુ કરાયા બાદની પ્રથમ યાદી જાહેર થનાર છે. જેને લઈ ભારે ઉત્સુકતા રહી છે.
દીઓદર માર્કેટ સમિતિની ખેડુત વિભાગની દસ સીટો માટે મતદાન થનાર છે. જેના માટે ૧પ૮૩ જેટલા મતદારો નોધાયેલ છે. જેમાં વર્તમાન ચેરમેન પેનલ સામે સામેની પેનલે ૬ મંડળીઓ સામે તેમજ ૧૩ ખરીદ-વેચાણ વિભાગ સામે વાંધા લેવાયેલ છે. તેમજ વેપારી વિભાગમાં ૬૦૯ મતદારોના લાયસન્સ સામે વાંધા લેવાયેલ છે. તેમજ સામાપક્ષે ૧૩ સેવા મંડળીઓ સામે ચેરમેન પેનલ દ્વારા વાંધા રજુ કરાયેલ છે. વિવિધ વાંધાઓનો લઈને લોકો આજે શું પરિણામ આવે છેદઅને મતદાર યાદીમાં કોઈ કપાય છે કે જૈસે થે રહે તેના ઉપર મીટ છે. મતદારયાદી બાદ પણ અસંતોષ જણાશેતો કોર્ટ મેટર થવા સંભવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.