ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં 21 પરમવીર ચક્ર વિજેતાઓને શ્રદ્ધાંજલિ અપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાની ડીસા આદર્શ હાઇસ્કુલ ખાતે 21 પરમવીર ચક્ર વિજેતાઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું હતું.ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે નૈતિક મૂલ્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે રાષ્ટ્રભક્તિ જાગરણ અન્વયે તથા રાષ્ટ્ર માટે સર્વસ્વ અર્પણ કરનાર અને રાષ્ટ્રભક્તિનું સર્વોચ્ચ સન્માન જેઓને પ્રાપ્ત થયેલ છે એવા 21 પરમવીર ચક્ર વિજેતા દેશભક્તોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે પરમવીર વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા, એનસીસી- 35 ગુજરાત બટાલિયનના નાયબ સુબેદાર સંજય કુમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત શાળાના સંચાલકો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરમવીર ચક્ર વિજેતાઓ સહિત જવાનો સરહદ પર કઈ રીતે આપણી રક્ષા કરે છે, શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ ચટ્ટાનની જેમ ઊભા રહી આક્રમણખોરોથી આપણું રક્ષણ કરે છે કે તમામ પરિસ્થિતિઓને દર્શાવતું નાટક પણ ભજવવામાં આવ્યું હતું અને દેશવાસીઓની રક્ષા કરતા કરતા જવાન જ્યારે સહિત થાય છે. ત્યારે તેના કઈ રીતે સન્માન આપવામાં આવે છે તે માહોલ જોઈ લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.પરમવીર વંદન કાર્યક્રમ નિહાળી તેમને ખૂબ જ ખુશી થઈ છે અને આવા કાર્યક્રમોથી દેશની રક્ષા કરતા જવાનોને પણ પ્રેરણા મળે છે. તેમને પણ ખુશી થાય છે કે તેમના માટે આટલા સરસ કાર્યક્રમ કરી લોકો તેમને યાદ કરી સન્માન આપે છે.
પશ્ચિમ ક્ષેત્ર પ્રભારી નારાયણ મેઘાણીએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા દ્વારા બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતા, ટ્રાફીકના નિયમોનું પાલન, મહિલાઓ પ્રત્યે સન્માન, દેશભક્તિ અને માતા પિતાના આદર માટે બાળકોને પ્રેરણા મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. નાટક ભજવનાર રેશા દેસાઈએ જણાવ્યું હતું કે તે નાટક ભજવતા ભચવતા કે રડી પડી હતી તો દેશ માટે શહીદ થતા વીર જવાનો અને તેમના પરિવારની પરિસ્થિતિ શું થતી હશે તે જાણી શકાય છે માટે તમામ લોકોએ જવાનોનું સન્માન કરવું જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.